ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની સામાન્ય ચૂંટણી – 2022ને લઇને વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર કટીબધ્ધ છે. જિલ્લાના કારખાના, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારોને મતાધિકારના ઉપયોગ અંગે જાગૃત કરી સવેતન રજા મળે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યે હતું.વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને કારખાનામાં કામ કરતા કામદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવામાં આવી છે.તે ઉપરાંત ચોરવાડની ગદરેમરીન, જૂનાગઢની મઘરડેરી તેમજ જી.આઇ.ડી.સીના કારખાનામાં કામ કરતા કામદારોને મતદાન જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ ચૂંટણીના દિવસે મતદાન માટે કારખાના, ઇન્ડસ્ટ્રીઝ તરફથી તેઓને સવેતન રજા આપવામાં આવશે.
કારખાના, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારોને મતાધિકારના ઉપયોગ અંગે જાગૃત કરાયા
