ભાજપના વોર્ડ પ્રમુખનું પૌષ્ટિક આહારનું કૌભાંડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઑફિસરે કર્યો પર્દાફાશ
બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના 120 બેગ રિક્ષામાં જતા હોવાનું સામે આવ્યું હતું : ઈઉઙઘ
- Advertisement -
દરોડા દરમિયાન આંગણવાડી વર્કરના ફોનમાંથી ભાજપના કોઈ વ્યક્તિની ભલામણ આવી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વોર્ડ નંબર 6 ના ભાજપ પ્રમુખે દૂધસાગર રોડ પાસે આવેલી શાળા નંબર 78ની આંગણવાડીમાં પૌષ્ટિક આહારનું કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. જેમાં ભૂલકાઓને આપવામાં આવતું બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના 120 પેકેટ રિક્ષામાં જતા હોવાનું પકડાઈ ગયું હતું.
ઈંઈઉજના ઈઉઙઘ દ્વારા આ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. જોકે આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી ત્યારે સામે પક્ષે આંગણવાડી કાર્યકર રજા પર ઉતરી ગયા છે અને હેલ્પરે કોઈ કૌભાંડ ન થયું હોવાનું જણાવ્યું હતું. ઈઉઙઘ(ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર)એ આક્ષેપ કર્યો છે કે જે સમયે અનાજ રીક્ષામાં લઈ જવાતું હતું ત્યારે રેડ પાડી હતી. આ દરમિયાન આંગણવાડી વર્કરના ફોનમાંથી ભાજપના કોઈ વ્યક્તિની ભલામણ આવી હતી. શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલી શાળા નંબર 78માં આંગણવાડીનો પૌષ્ટિક આહાર રિક્ષામાં ભરી રામવન પાસેની સોસાયટીમાં લઈ જવા તો હોવાની બાતમીના આધારે ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર સહિતના અધિકારીઓએ રેડ પાડી હતી અને રીક્ષા ચાલકને પકડી પાડ્યો હતો જે બાદ પૌષ્ટિક આહારના 36 પેકેટ ફરી આંગણવાડીમાં મૂકવામાં આવ્યા હતા. આ બાબતે ઈઉઙઘ જયશ્રીબેન સાકરીયાએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે મને ફોન આવ્યો હતો કે કોડ નંબર 6માં આવેલી શાળા નંબર 78ની આંગણવાડીમાંથી ૠઉં 03 ઇડ 5984 નંબરની રિક્ષામાં બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના 120 પેકેટ પગ કરી જતા ઝડપી પાડ્યા હતા.
- Advertisement -
આંગણવાડી હેલ્પર ખમાબા ઝાલા મારફત જથ્થો પહોંચાડવાનો હતો: નજમાબેન
જે બાદ આંગણવાડી વર્કર નજમાબેન પઠાણની ઈઉઙઘએ કરેલી પૂછપરછમાં કબુલાત આપી હતી કે આંગણવાડી હેલ્પર ખમાબા ઝાલા મારફત જથ્થો પહોંચાડવાનો હતો. જે બાદ નજમાબેન દ્વારા ભાજપના કોઈ વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરાવવામાં આવી હતી અને આમાં જોજો એવું કહ્યું હતું. તે વખતે મેં કહ્યું કે હું જો આમાં જોવાનું તો મારી નોકરીનું શું થાય. જોકે તે વ્યક્તિ કોણ હતું તેનો મને ખ્યાલ નથી. હવે 25/11ના ૠછ મુજબ સરકારે જે ઠરાવો ટાંકયા છે તે મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
અહીં કોઈ પણ પ્રકારનું કૌભાંડ થતું નથી: ખમાબા
જ્યારે આંગણવાડી હેલ્પર આંગણવાડી હેલ્પર ખમાબા ઝાલાએ કહ્યું કે, અહીં કોઈ પણ પ્રકારનું કૌભાંડ થતું નથી. ગઈકાલે પણ 36 ફૂડ પેકેટ હતા અને આજે પણ 36 ફૂડ પેકેટ છે. અહીં 78 બાળકો છે. જ્યારે આંગણવાડી વર્કર નજમાબેનના પરિવારમાં ડીલિવરી હોવાથી તેઓ રજા પર છે તેમ જણાવ્યુ હતું.



