જૂનાગઢના જિલ્લા ચૂંટણી અધિકારી માર્ગદર્શન હેઠળ મેન પાવર, બેલેટ પેપર, પોસ્ટલ બેલેટનાં નોડલ ઓફિસર અને અધિક નિવાસી કલેકટર એન.એફ.ચોધરીને અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે એસેનસિઅલ સર્વિસ વોટર્સને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર દ્વારા એસેનસિઅલ સર્વિસ વોટર્સ કે જે ફરજ(કામકાજ)ના લીધે મતદાનના દિવસે તેના મતદાન મથકે જઇને મતદાન કરી શકે એમ નથી તે પોસ્ટલ બેલેટનું ફોર્મ નં.12 ડી ભરીને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. મતદાર પોતાના મતદાનનો ઉપયોગ કરી શકશે. જેથી મતદારો મતદાનથી વંચિત ના રહે. તથા પોસ્ટલ બેલેટથી અગાઉ જ મતદાન કરી શકશે.
જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી ફરજ પર રહેનાર કર્મીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે

Follow US
Find US on Social Medias