ગત વર્ષે ભોગાવો નદીમાં પાણી આવતા રેલિંગ તણાઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
જોરાવરનગર કોઝવે પૂલની તૂટેલી રેલિંગ નવી બનાવવાનું કામ 1 વર્ષે શરૂ કરાયું હતું. ગત વર્ષે ભોગાવો નદીમાં પાણી આવતા રેલિંગ તણાઈ હતી. તેથી પુલ ઉપર અકસ્માતનો ભય હતો.
- Advertisement -
સુરેન્દ્રનગર અને જોરાવરનગરને જોડતો પુલ એ હજારો લોકો માટે જીવાદોરી સમાન છે. આથી તંત્ર દ્વારા શહેર મધ્યેથી પસાર થતા ભોગાવો નદી પર કોઝવે પુલની રેલિંગ નંખાવવાનું શરૂ કરાયું છે. આ પૂલની રેલિંગ તૂટી જતા અવરજવર જોખમી બની હતી જેથી અનેક રજૂઆતો બાદ રેલિંગ નખાવાથી વાહન ચાલકોને રાહત થશે.
આ અંગે ધ્યેયભાઇ, જીનલભાઇ અને અંકિતભાઇ સહિતના નાગરિકોએ જણાવ્યું હતું કે પુલના રસ્તેથી ઘણા બધા વિદ્યાર્થીઓ પસાર થાય છે. ત્યારે બાઇક કે સાઇકલચાલકોને નદીમાં પડી જવાનો કે અકસ્માતનો ભય સતત રહેતો હતો. આથી લોકોની સમસ્યાને ધ્યાને લઇ તંત્ર દ્વારા રેલિંગ નંખાવવાનું શરૂ કરાતા અકસ્માતના ભયથી મુક્તિ મળશે.