બે વર્ષ પૂર્વે ખાણ ખનિજ વિભાગે કરેલી કાર્યવાહી પ્રાંતે દહોરાવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાના ખનન અને આ ખનન કરતા ખનિજ માફીયાઓ કોઈપણ હાલતે ખનિજ ચોરી બંધ કરવામાં હોય તેવું હાલની સ્થિતિએ નજરે પડતું નથી તેવામાં વારંવાર ચોટીલા પ્રાંત અધિકારીના દરોડા બાદ પણ ખનિજ માફીયાઓ કોલસાની ખનિજ ચોરી કરતા હજુય અટક્યા નથી તેવું સ્પષ્ટ રીતે કહી શકાય તેવામાં જે કાર્ય આજથી બે વર્ષ પૂર્વે જિલ્લા ખાણ ખનીજના ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટે કર્યું હતું તે કામગીરી હવે પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા હાથ ધરાઈ છે.
વર્ષ 2023માં સુરેન્દ્રનગરમાં કોલસાનું ખનન કરતા ખનિજ માફિયાઓને અટકાવવા કોલસાના કૂવાને બુરવાની કામગીરી હાથ ધરાઇ હતી જેમાં સરકારી રેકર્ડ મુજબ થાનગઢ અને મૂળી પંથકમાંથી બે હજાર જેટલી ખાણો આશરે દોઢ કરોડના ખર્ચે પૂરવામાં આવી હતી જોકે આ ખાણો માત્ર છ મહિનાના અંતરે ફરીથી ધમધમી ઉઠી હતી. જે ઘટનાને બે વર્ષ બાદ એટલે કે વર્તમાન સમયમાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા થાનગઢ અને મૂળી પંથકના ચાલતી ગેરકાયદેસર ખાણો પર દરોડા કર્યા હતા અને હવે આ ખાણોને બુરવાની કામગીરી પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરવાના આવી છે હાલ પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા થાનગઢ ચોટીલા રોડ પરના જામવાડી વિસ્તારમાં સર્વે નંબર 105 વાળી જમીન પર કોલસાની ખાણો બુરવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે હવે જીવું રહ્યું કે આવનારા સમયમાં પ્રાંત અધિકારી દ્વારા ખાણો બુરવાની કામગીરી કેટલી અસરકારક નીવડે છે ?



