મહિલા ટી20 વર્લ્ડ કપનુ આયોજન દક્ષિણ આફ્રિકામાં થઇ રહ્યું છે. અહીં 17 દિવસમાં 10 ટીમોની વચ્ચે કુલ 23 મેચ રમાશે.
10 ફેબ્રુઆરીથી મહિલા ટી20 વર્લ્ડ કપની શરૂઆત
- Advertisement -
10 ફેબ્રુઆરીથી મહિલા ટી20 વર્લ્ડ કપની ધમાલ શરૂ થઇ રહી છે. પહેલા દિવસે યજમાન દેશ દક્ષિણ આફ્રિકાની ટીમ શ્રીલંકા સામે ટક્કર લેશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગ્યે રમાશે. અહીં ભારતીય ટીમ પોતાનુ અભિયાન 12 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની મેચ સાથે કરશે.
આ વર્લ્ડ કપમાં 17 દિવસમાં કુલ 23 મેચ રમાશે
આ વર્લ્ડ કપમાં 17 દિવસમાં કુલ 23 મેચ રમાશે. 26 ફેબ્રુઆરીએ ફાઈનલ મેચ રમાશે. અહીં બે ગ્રુપ બનાવવામાં આવ્યાં છે, જેમાં 5-5 ટીમોને રાખવામાં આવી છે. એટલેકે કુલ 10 ટીમો ભાગ લઇ રહી છે. ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમ પોતાના ગ્રુપની બાકી ચાર ટીમોની સાથે એક-એક મેચ રમશે. બંને ગ્રુપમાં ટૉપ પર રહેતી બે-બે ટીમોને સેમીફાઈનલમાં એન્ટ્રી મળશે.
- Advertisement -
ગ્રુપ-એ: ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા
ગ્રુપ-બી: ભારત, ઈંગ્લેન્ડ, આયરલેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડીઝ