ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નારી વંદન ઉત્સવના પ્રથમ દિવસે નારી સુરક્ષા દિનની ઉજવણીમાં વિદ્યાર્થીનીઓને બંધારણીય અને કાયદાકીય અધિકારોથી અવગત કરાવવાની સાથે આત્મરક્ષા માટે સેલ્ફ ડિફેન્સના દાવ શીખવવામાં આવ્યા હતા. ઉપરાંત ઓનલાઈન થતાં ફ્રોડ, લોગ-લાલચથી દૂર રહેવા માટે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું ભેસાણ રોડ પરની નોબલ યુનિવર્સિટી ખાતે પ્રિન્સિપલ સિવિલ જજ એચ.આર.પરમારે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે, ન્યાયતંત્ર, પોલીસ સમાજ માટે કાર્ય કરે છે, તેમ જણાવતા તેમણે કહ્યું કે, ભારતમાં અંદાજે 30 હજાર જેટલા કાયદાઓ છે. જેમાં મહિલાઓના અધિકારોના સરક્ષણ માટે પણ કાયદાઓ છે. ઉપરાંત પોસ્કો કાયદાની જાણકારી આપતા વિદ્યાર્થીનીઓના પ્રશ્ર્નોના પણ જવાબ આપ્યા હતાં.
જયારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના જીગ્નેશ મકવાણા ઓનલાઈન-સોશિયલ મીડિયાના માધ્યમથી થતા ફ્રોડ, એએસઆઈ ગીતાબેન મહિલા પોલીસ સ્ટેશન અને જઇંઊ ટીમના અલ્પાબેન વણપરિયાએ જઇંઊ ટીમલી કામગીરીની જાણકારી આપી હતી. ઉપરાંત નોબલ યુનિવર્સિટી શ્રી ત્રિવેદીએ શાબ્દિક સ્વાગત સાથે પ્રાસંગિક સંબોધન કર્યું હતું.મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.