ઇન્ડિયાએ ક્વાટર ફાઈનલમાં પહોચવા સ્પેન ક્રોસઓવર મેચ પણ હારીને એ મોકો ગુમાવી દીધો છે.
ભારતીય મહિલા હોકી ટીમ એફઆઈએચ હોકી મહિલા વિશ્વ કપ 2022માં તેમના ક્રોસઓવર મેચમાં મેજબાન સ્પેનથી 0-1થી હારી ગઈ છે. ક્વાટર ફાઇનલમાં પંહોચવા માટે ભારત માટે આ મેચ જિતવો ઘણો જરૂરી હતો. હવે ભારતીય મહિલા હોકી ટીમ માટે આગળ વધવું ઘણું મુશ્કેલ છે.
- Advertisement -
ભારતીય મહિલા હોકી ટીમ વિશ્વ કપમાં તેમના ત્રીજા મેચમાં ન્યૂઝીલેન્ડથી હારી ગઈ હતી. ગુરુવારે સાત જુલાઈના રોજ નેધરલેન્ડના એમ્સ્ટેલીવનમાં રમવામાં આવેલ મુકાબલામાં ન્યુઝીલેન્ડ 4-3થી જીતી ગઈ હતી. આ રીતે ભારત ગ્રુપ-બીમાં એક પણ મેચ જીતી શક્યું નથી. એ પહેલા ભારતીય ટીમ ઇંગ્લેન્ડ અને ચીન સામે મેચ ડ્રો કરી શકી હતી. બંને મેચમાં એમનો સ્કોર 1-1 હતો.
🇮🇳 vs 🇪🇸
📍Terrassa, Spain
Must-Do. Can Do. Will Do.👊
Head-to-head action begins tonight, 11 July at 1 AM (IST) on Star Sports first & Disney+Hotstar!#IndiaKaGame #HWC2022 #HockeyInvites #HockeyEquals #ChakDeIndia #MatchDay @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/klxN2Mel7e
- Advertisement -
— Hockey India (@TheHockeyIndia) July 10, 2022
ક્વાટરફાઈનલમાં સીધો પ્રવેશ કરવા માટે ભારતે આ મેચ કોઈ પણ હાલતમાં જીતવી જરૂરી હતી પણ ભારતીય હોકી ટીમ આ મેચ જીતી ન શકી. એ પછી ઇન્ડિયાએ ક્વાટર ફાઈનલમાં પંહોચવા સ્પેન ક્રોસઓવર મેચ પણ હારીને એ મોકો ગુમાવી દીધો છે.
શું છે ક્રોસઓવરના નિયમો?
ટુર્નામેંટમાં આવેલ 16 ટીમને ચાર-ચાર કરીને ચાર પુલમાં વહેંચવામાં આવી હતી. દરેક પુલની મુખ્યા ટીમ સીધી ક્વાટરમાં જગ્યા બનાવે છે જ્યારે બીજા કે ત્રીજા સ્થાને આવનાર ટીમ વચ્ચે ક્રોસઓવર થાય છે. ક્રોસઓવરમાં પુલ એ ના બીજા સ્થાનમાં રહેલી ટીમ પુલ ડી ના ત્રીજા સ્થાન પર રહેલ ટીમ સાથે મુકાબલો કરે છે અને પુલ એ માં ત્રીજા સ્થાન પર રહેલ ટીમ પુલ ડી માં બીજા સ્થાને આવેલ ટીમ સાથે ક્રોસઓવર કરે છે. પુલ બી ના બીજા સ્થાનમાં રહેલી ટીમ પુલ સી ના ત્રીજા સ્થાન પર રહેલ ટીમ સાથે મુકાબલો કરે છે અને પુલ બી માં ત્રીજા સ્થાન પર રહેલ ટીમ પુલ સી માં બીજા સ્થાને આવેલ ટીમ સાથે ક્રોસઓવર કરે છે.
Even after the tense opening frame at Terrassa! 😨
Stay tuned for another exhilarating half!
ESP 0:0 IND #HockeyIndia #IndiaKaGame #HWC2022 #HockeyInvites #HockeyEquals #ChakDeIndia #MatchDay @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/1cOdbnqzRT
— Hockey India (@TheHockeyIndia) July 10, 2022