ખાસ-ખબર સંવાદદાતા
સ્વદેશી જાગરણ મંચ તથા સ્વાવલંબી ભારત અભિયાનનાં સંયુક્ત ઉપક્રમે પ્રતિભાવંત મહિલાઓનું સન્માનનું આયોજન કરવામાં આવેલ છે. સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન ના સંયુક્ત ઉપક્રમે “નારી તુ નારાયણી” ને ચરિતાર્થ કરનાર કરી સમાજમાં અનન્ય સ્થાન પ્રાપ્ત કરનાર તથા ભારતીય સમાજને નવી ઊંચાઈઓ પર લઈ આવેલ પ્રતિભાવંત મહિલાઓનાં સન્માન કાર્યક્રમમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તારીખ , 9/3/24ને શનિવારનાં સાંજે ચાર થી છ કલાકે યુનિવર્સિટી રોડ પર “સત્વ” બિલ્ડીંગમાં બહેનોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. સ્વદેશી જાગરણ મંચ સ્વદેશી વસ્તુઓનો પ્રચાર પ્રસાર તથા રાષ્ટ્રવાદ અને દેશભક્તિ માટે કામ કરતી એક આગવી સંસ્થા છે. અને સ્વાવલંબી અભિયાનએ યુવાનોને રોજગારી અને સ્વાવલંબન આપવાનું કામ કરતું અભિયાન છે. આ બંને સંસ્થાઓનાં સંયુક્ત ઉપક્રમે મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે.
આ કાર્યક્રમમાં મહેમાનશ્રી તરીકે રાજકોટનાં આદરણીય મેયર શ્રી નયનાબેન પેઢડીયા, કાંતાબેન કથીરિયા, સેન્ટ ગાર્ગી સ્કૂલનાં શ્રી રમાબેન હેરભા, કિરણબેન માકડીયા તથા અન્ય માનવતા મહિલાઓ પધારવાના છે. આ કાર્યક્રમમાં પોતાના ક્ષેત્રમાં સફળ થયેલા મહિલાઓનું સન્માન તથા અભિવાદન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારવા સર્વ બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. સ્વદેશી જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખશ્રી ભાર્ગવીબેન ભટ્ટ, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ વનીતાબેન રાઠોડ, મહાનગર સંયોજક ચાંદનીબેન શાહ મહાનગર સહસંયોજક રક્ષાબેન ધામી તથા નિધીબેન ગોકાણી દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.