પો.કમી. રાજુ ભાર્ગવ,અધિક પો.કમી. વિધિ ચૌધરી, નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફીક પૂજા યાદવ, મદદનીશ પોલીસ કમિશ્નર મહિલા સેલ આર.એસ.બારીઆ નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેકટર આઇ.એન.સાવલિયા તથા પૂર્વ વિભાગ શી ટીમના પલ્લવીબેન બાબુલાલ, ધારાબેન હરેશભાઈ, નેહાબેન પ્રવીનગીરી,મીનાક્ષીબેન ડાયાભાઇ,કોકિલાબેન ગોરધનભાઈનાઓ સાથે આજીડેમ પાસે આવેલ રામવન ખાતે 50 જેટલા સિનિયર સીટીઝન નાઓને સરકારી ગાડીમાં લઈ જઈ સંપૂર્ણ રામવનનીમુલાકાત કરાવી તેઓની કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય
તો તેમનું નિરાકરણ કરવા આશ્વાસન આપેલ તથા તેમને 100 નંબર તેમજ જવય યિંફળ ની કામગીરીથી માહિતગાર કર્યા. તેમજ ત્યાંથી આગળ દાદા હનુમાન મંદીર ખાતે જઈ દર્શન કરાવી તેમની બધાની સાથે મળીને વન ભોજન લીધેલ. ત્યાંથી છૂટા પડી તેઓને સરકારી ગાડી મારફતે જવાબદારી પૂર્વક ઘરે મૂકી આવેલ હતા.