ખાસ-ખબર સંવાદદાતા
યુપીમાં મહિલા સશકિતકરણ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટો નિર્ણય લીધો છે. મહિલા પોલીસ સ્ટેશન ઉપરાંત દરેક જિલ્લામાં વધુ એક મહિલા પોલીસ સ્ટેશન હેડની નિયુકિત કરવામાં આવશે. સીએમ યોગીએ કહ્યું છે કે દરેક પોલીસ સ્ટેશન, સર્કલ, રેન્જ અને એકિઝટ પર સીધી નજર રાખવામાં આવી રહી છે. જેઓ અવડચંડાઈ સર્જે છે કે મુશ્કેલી ઊભી કરે છે તેઓની સેવા પણ બંધ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં એક વધારાના મહિલા પોલીસ સ્ટેશન હેડની નિમણૂક કરવામાં આવશે. જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન હેડ ઉપરાંત એક મહિલા અધિકારીને આ જવાબદારી આપવામાં આવશે. મહિલા સશકિતકરણની દિશામાં આ એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. શારદીય નવરાત્રી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાયની મહિલા પોલીસ અધિકારીઓને મોટી ભેટ આપી છે. એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા સીએમ યોગીએ તમામ પોલીસ કેપ્ટન અને કમિશનરને સૂચના આપી છે કે દરેક જિલ્લા અને કમિશનરેટમાં મહિલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઉપરાંત એક મહિલા પોલીસ અધિકારીને અન્ય પોલીસ સ્ટેશનનો ચાર્જ પણ સોંપવામાં આવે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે આ મહિલા પોલીસ અધિકારીઓને લાયક અને મહેનતુ પોલીસ કર્મચારીઓની ટીમ આપવામાં આવે. તમામ એસપી અને કમિશનરોએ આ આદેશનું શકય તેટલું વહેલું પાલન સુનિશ્ચિત કરવાનું રહેશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અભૂતપૂર્વ પહેલ કરી છે. રાયમાં પ્રથમ વખત તેમણે તમામ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ, સર્કલ ઓફિસર, પોલીસ કેપ્ટન, પોલીસ કમિશનર, આઈજી રેન્જ અને એડીજી ઝોન સાથે વારાફરતી વાતચીત કરી હતી. લાલ બહાદુર શાક્રી ભવન ખાતે સ્થિત નવા ઉધ્ઘાટન કરાયેલ સીએમ ડેશબોર્ડ કાર્યાલયમાંથી વાતચીત કરતી વખતે, મુખ્યમંત્રીએ ગુનાખોરી અને ગુનેગારો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ સાથે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે ગુનેગાર ગમે તેટલો મોટો કેમ ન હોય, તેની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ. મુખ્યમંત્રીએ જાન્યુઆરીથી ઓગસ્ટ 2023 દરમિયાન હત્યા, બળાત્કાર, લૂંટ, ધર્મ પરિવર્તન વગેરે જેવા ગુનાહિત બનાવોના પર્દાફાશની સમીક્ષા કરી હતી.બેદરકારી ચલાવી નહી લેવાય.
સીએમ યોગીએ જિલ્લા પોલીસ, સર્કલ અને પોલીસ સ્ટેશનના અહેવાલો સાથે સક્રિયતા તેમજ આઈજી આરએસમાં કામગીરીના આધારે લગભગ બે ડઝન જિલ્લાઓ સાથે સીધો સંવાદ કર્યેા. મુખ્યમંત્રીએ કહ્યું કે બેદરકારી સ્વીકારી શકાય નહીં. ગુનાહિત બનાવોમાં વધારો, તેમની ચાર્જશીટમાં વિલંબ, નિકાલમાં વિલબં સંબંધિત પોલીસ સ્ટેશન, સર્કલ અને પોલીસ કેપ્ટનની બેદરકારી દર્શાવે છે.