ઝનાના હોસ્પિટલના સ્ટાફ દ્વારા મહિલા દર્દીઓ સાથે ગેરવર્તનની ફરિયાદો ઉઠી
હાર્દિક શેરખેદી અને જયદીપ ભૂવા સહિતના સ્ટાફ મહિલા દર્દીઓ પાસે ગેરવ્યાજબી માગણી કરી રહ્યાનો ઘટસ્ફોટ: આ અંગે કાર્યવાહી કરવા મેડિકલ સુપ્રિટેન્ડન્ટને રજૂઆત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની ઝનાના હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હંમેશા ઝનાના હોસ્પિટલ તેની કંઈક ને કંઈક ખામીઓને લઈને વિવાદમાં આવતી હોય છે પરંતુ આ વખતે મહિલાઓ સાથે ગેરવર્તનને લઈને ઝનાના હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલના ઝનાના વિભાગમાં હાર્દિક શેરખેદી અને જયદીપ ભૂવા અને અન્ય પુરુષ સ્ટાફ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તન કરવામાં આવતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે આવા બેશરમ સ્ટાફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા એક જાગૃત નાગરિક દ્વારા મેડિકલ સુપ્રિટેન્ડન્ટ અને મેડિકલ હોસ્પિટલ અધિક્ષકને રજૂઆત કરવામાં આવી છે.
એક જાગૃત નાગરિકે રજૂઆતમાં જણાવ્યું હતું કે અમારા સગાની સાથે અવારનવાર સારવાર અર્થે જતા હોસ્પિટલના ઝનાના વિભાગમાં હાર્દિક શેરખેદી, જયદીપ ભૂવા અન્ય પુરુષ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ ગેરવર્તન અને ફરજમાં બેદરકારી અંગે અનેક અશોભનીય અને ખરાબ નજરથી સ્ત્રીઓ સાથેનું વર્તન અને ખરાબ નજરથી સ્ત્રીઓ સામે જોવાની વૃત્તિઓ અને તેમના મળતિયા સ્ત્રીનર્સિંગ મિત્રો સાથે મળીને સારવાર બહાને અનિચ્છનીય વૃત્તિઓ જે બોલવું પણ શરમજનક હોઈ અને સારવાર લેતી સ્ત્રીઓ સાથે ગેરવ્યાજબી આડકતરી રીતે ગેરવ્યાજબી માગણી મૂકતા તથા પોતાના ગુપ્તાંગને સ્ત્રીઓ સામે ખંજવાળી અને સારવાર લેતી સ્ત્રીઓ સામે જોઈ આડકતરી રીતે બચાવ રહે તે રીતે તેમની સ્ત્રી સ્ટાફ મિત્ર સાથે જ તેમની નોકરીની ગોઠવણ આપની છત્રછાયા થતા રાજકીય લાગવગથી આપવામાં આવેલી અને જેથી તે સ્ત્રી સ્ટાફ મિત્રને તેમના બચાવમાં ઉભી રાખી શકે તે રીતે નોકરી આપની મિલાપીથી કરવામાં આવે છે કારણ કે પહેલા તેમના વિરુદ્ધ રજૂઆત-ફરિયાદ લેખિત તથા મૌખિક કરેલી છે છતાં પણ થોડા થોડા સમયે ચર્ચા ધીમી વેગ થતાં જ આપના દ્વારા ઓફ ધી રેકર્ડ ઝનાના ડિપાર્ટમેન્ટમાં કામગીરી રેકર્ડ પર આપનો બચાવ રાખી રાખવામાં આવે છે. આ બાબતેની અંગતરાહે અમોને માહિતીઓ મળેલ છે. આપના દ્વારા ફરિયાદ અરજી પરત ખેંચવા જુદી જુદી રીતે પ્રેસર કરવામાં આવે છે. આમ તમારા દ્વારા આવા તમારા તાબા હેઠળના કર્મચારીઓને આપના દ્વારા પોતાની સાથેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને કોઈ પણ આવા કર્મચારીઓની બદલી પણ કરેલી નથી અને સ્ત્રી વિભાગમાં આ પ્રકારના ગુન્હા આચરતા પુરુષ સ્ટાફ રાખીને આપ તેમની સાથે મિલાપી થઈને કોઈ કાર્યવાહી ન કરી આપ પણ ગુન્હો આચરો છો અને આ ઉપરોક્ત 3 કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સમયસર હાજર પણ ન રહેતા હોઈ તેથી સીસીટીવી કેમેરા એ એક મહત્ત્વનો પુરાવો હોઈ તેથી અગાઉ રજૂઆતોને ધ્યાને રાખી સેવ રાખેલો જ હશે. કાવતરુ રચીને કોઈ વાંકમાં ન આવે તે રીતે છેડતી કરવામાં આવે છે અને આ અંગેની વારંવાર અનેક અરજદાર દ્વારા ફરિયાદ છતાં આપ તેને છાવરો છો અને ગુન્હાના ભાગીદાર થાવ છો, આ સ્ટાફ બી.એન.એસ. કલમ 74 હેઠળની પેટા કલમની જોગવાઈઓનો ભંગ કરેલો છે.
વિશેષ વ્યક્તિઓ એઈડ્સ જેવા દર્દીને જો અને અનુકૂળ હોય તેવી સ્ત્રીને જ માત્ર સારવારમાં મદદરૂપ થઈ છે અને બાકી કોઈ અન્ય સ્ત્રીઓને તને એઈડ્સ છે, અમો સારવારમાં મદદરૂપ નહીં થઈએ થાય તે કરી લેજે, આવા શબ્દો બોલવામાં આવે છે અને જો તેની અનુરૂપ સ્ત્રીપાત્રને હોઈ આવા પ્રકારના ગંભીર અને ચેપી રોગોમાં કાળજી ન લઈ અને ચેપી રોગ અન્યને ફેલાઈ શકે તે રીતે હાથ મોજા ન બદલી અને કોઈ જ તકેદારી ન રાખી બીજા દર્દીને તે ચેપ ફેલાઈ તે રીતે સામાન્ય કેમેરામાં દેખાય તે રીતે સારવાર આપવાની ફોર્માલિટી કરવામાં આવે છે જેથી આઈપીસી કલમ 269 મુજબનો અપરાધ કરવામાં આવી રહ્યો છે. આમ નર્સિંગ સ્ટાફની ફરજોમાં નેગલિજન્સ રાખવામાં આવે છે. આમ પોતાની ફરજો મુજબ કામગીરી ન કરી અને કર્મચારીઓની ગેરરીતિને પોતાના અંગત ફાયદા માટે છાવરીને ગુનાહિત મદદગારી કરી એકબીજાની મિલીભગત સ્પષ્ટ દેખાય આવે છે. આમ મદદગાર બની મેડિકલ નેગલિજન્સમા પોતાના હોદ્દાનો ગેરઉપયોગ કરી કોઈ જ કર્મચારીઓને કાયદાકીય પગલાં ન લઈને એકબીજા સરકારી કર્મચારીને મદદરૂપ બની ગુન્હો આચરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે.
- Advertisement -
આમ આપની હોસ્પિટલમાં જો આવા કર્મચારીઓની તાત્કાલિક બદલી કરવામાં નહીં આવે કે કર્મચારીઓની બદલી કરી તે સ્ત્રીના વોર્ડમાં પ્રતિબંધ મૂકવા નહીં આવે તો આ કરેલા ગુન્હામાં આપ પણ મદદગારી કરો છો તેથી આપના વિરુદ્ધ પણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.