કૂબલીયાપરા અને આંબેડકરનગરમાં રાજકોટ PCBનો દરોડો
બોટલમાંથી ત્રણ પેગની શિશી બનાવી છૂટક વેચતી મહિલા બુટલેગર પણ ઝડપાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજકોટમાં દારૂનું દૂષણ ડામી દેવાની નેમ સાથે સક્રિય થયેલ પીસીબીની ટીમે ગત રાત્રે કુબલિયાપરામાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી મહિલાની 75 લિટર દેશી દારૂ સાથે ધરપકડ કરી હતી જ્યારે આંબેડકરનગરમાં બોટલમાંથી ત્રણ ત્રણ પેગની સીસી બનાવી છૂટક વેચાણ કરતી મહિલા બુટલેગર સામે પણ ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ પીસીબીના પીઆઇ એમ આર ગોંડલીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ જે હૂણ અને પીએસઆઈ પી બી ત્રાજીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે કુબલિયાપરામાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી
દિવાળીબેન જતિનભાઈ સોલંકીની ધરપકડ કરી 75 લિટર દેશી દારૂ કબજે કર્યો હતો તેમજ સ્થળ ઉપરથી મળેલ 800 લિટર આથાનો નાશ કરી સાધનો સહિત 39,325 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો જ્યારે બીજો દરોડો માલવિયાનગર પોલીસ મથક વિસ્તારના આંબેડકરનગરમાં પાડ્યો હતો અંહી મહિલા બુટલેગર કાજલબેન જિતેન્દ્રભાઈ મૂછડીયા દારૂની બોટલમાંથી ત્રણ ત્રણ પેગની સીસી બનાવીને દારૂનું વેચાણ કરતી હોય પોલીસે મહિલાની ધરપકડ કરી
દારૂની આખી 6 બોટલ અને દારૂ ભરેલી નાની 19 સીસી મળી આવતા 4300 રૂપિયાનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.