સુરતમાં બાળક ગુમ થયાનું હોસ્પિ.મેનેજમેન્ટે ગણકાર્યું નહીં, પરિવારે ગૃહમંત્રીને ફરીયાદ કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરત, તા.26
- Advertisement -
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષનું બાળક ગુમ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી અને ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. જ્યાં સીસીટીવી કેમેરા ચેક કરતાં એક મહિલા બાળકને લઈને હોસ્પિટલના મેઈન ગેટથી બહાર નીકળતી હોવાનું સામે આવ્યું હતું.સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષના બાળકની ઉઠાંતરી મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હા આ મામલે ડીસીપીને જાણ કરીને વધુ ટીમો લગાવી બાળકને ઝડપથી શોધી, તેનાં માતા-પિતાને સોંપવામાં આવે તેવા આદેશ કર્યા છે. સમગ્ર મામલે તપાસ કરાઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સચિન બરફ ફેક્ટરી પાસે આવેલા ઈશ્વર નગરમાં રાજેશ પોલ, પત્ની અને 3 વર્ષના શિવા નામના એકના એક બાળક સાથે રહે છે. રાજેશ સંચા ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ રાજેશ પરિવાર સાથે નવી સિવિલ હોસ્પિટલના ૠ-1 વોર્ડમાં દાખલ સંબંધીને મળવા માટે આવ્યો હતો. દરમિયાન શિવા ૠ-1 વોર્ડથી ઋ-1 વોર્ડની લોબીની વચ્ચે રમી રહ્યો હતો.
શિવા રમતો-રમતો ગુમ થઈ ગયો હતો. પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી. જેથી પરિવાર હોસ્પિટલના સિક્યુરિટી ઓફિસમાં ગયા હતા. પરંતુ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે હોસ્પિટલના વડા પાસેથી લખાવી લાવો તો કેમેરા જોવા દઈએ. હોસ્પિટલના વડાએ લેખિત આપો તો પરમિશન આપું તેમ કહી ઘટનાને ગંભીરતા લીધા વગર પરિવારને ધક્કે ચડાવ્યો હતો.
પરિવારે ગૃહ રાજ્યમંત્રીનો ફરિયાદ કરવી પડી, છેલ્લે કંટાળી પરિવારે રાજ્યના ગૃહમંત્રીનો સંપર્ક કર્યો હતો. જેથી તેમની સૂચના બાદ ડીસીપી, એસીપી અને ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. જ્યાં હાલ બાળકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સીસીટીવીમાં એક મહિલા શિવાને લઈને મેઈન ગેટથી બહાર નીકળી રહી હોવાનું કેદ થયું છે. હજુ સુધી બાળકનો પત્તો લાગ્યો નથી.
- Advertisement -
ત્રણ વર્ષના બાળકને ઝડપી શોધી માતા-પિતાને સોંપવા આદેશ
સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષના બાળકની ઉઠાંતરી મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હા આ મામલે ડીસીપીને જાણ કરીને વધુ ટીમો લગાવી બાળકને ઝડપથી શોધી, તેનાં માતા-પિતાને સોંપવામાં આવે તેવા આદેશ કર્યા છે. સમગ્ર મામલે તપાસ કરાઈ રહી છે.