સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ દમ તોડી દેતા પરિવારમાં ઘેરો શોક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના કોઠારીયા રોડ પર શિવમ્ પાર્ક- 1માં રહેતા પર વર્ષીય મહિલાએ કમરના દુખાવાથી કંટાળી જઈને એસિડ ગટગટાવી લેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ દમ તોડી દેતા પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે. વિગતો મુજબ, શિવમ પાર્કમાં રહેતાં પન્નાબેન વલ્લભાઈ નશીત (ઉ. વ પર) મંગળવારના બપોરે ઘરે હોય તે દરમિયાન તેઓએ એસિડ ગટગટાવી લીધું હતું. આ અંગે પરિવારને જાણ થતા તુરંત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ અહીં તેઓએ દમ તોડી દીધો હતો. બનાવ અંગે જાણ થતાં જ આજડેમપોલીસ મથકના સ્ટાફે હોસ્પીટલે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, મૃતક પન્નાબેન મહિના અગાઉ કમરમાં દુ:ખાવો શરૂ થયો હતો પરિવાર દ્વારા ખુબ જ દવા કરાવવા છતાં પણ દુખાવામાં કોઈ રાહત ન મળતી હોય જેથી આ પગલું ભરી લીધું હતું.