વોકહાર્ટ હોસ્પિટલ્સના ડૉકટરો દ્વારા અપીલ: સ્ટ્રોકના લક્ષણો સમયસર ઓળખો અને તાત્કાલિક સારવાર લો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્ર્વ સ્ટ્રોક દિવસના અવસરે વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ દ્વારા સ્ટ્રોક અંગે જાગૃતિ વધારવા માટે વિશેષ જનજાગૃતિ અભિયાન યોજાયું. આ વર્ષના વૈશ્ર્વિક સૂત્ર ‘Together We can #EndStroke’ને ધ્યાનમાં રાખીને આ અભિયાનનો હેતુ લોકોમાં સમયસર ઓળખ, યોગ્ય સારવાર અને પ્રતિરોધક પગલાં અંગે જાગૃતિ લાવવાનો હતો.
- Advertisement -
હોસ્પિટલના ન્યુરો સાયન્સ વિભાગના નિષ્ણાતો ડો. કાંત જોગાણી (સિનિયર ક્ધસલ્ટન્ટ, બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન), ડો. વિરલ વસાણી (ક્ધસલ્ટન્ટ, બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન), ડો. જીગરસિંહ જાડેજા (ક્ધસલ્ટન્ટ, બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન), ડો. વિકાસ જૈન (સિનિયર ક્ધસલ્ટન્ટ, ઈન્ટરવેન્શનલ ન્યુરો રેડિયોલોજિસ્ટ અને પેરીફેરલ વાસ્ક્યુલર ઈન્ટરવેન્શનિસ્ટ) અને ડો. આશુતોષ દુધાત્રા (ક્ધસલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન) એમણે સંયુક્ત રીતે જણાવ્યું કે, ‘સ્ટ્રોક કોઈપણ વયના લોકોને થઈ શકે છે અને એ તાત્કાલિક અને સમય ગુમાવ્યા વગર ધ્યાન આપવા જેવી બીમારી છે. તેના લક્ષણો જેવા કે ચહેરો ઢળી જવો, હાથમાં નબળાઈ આવવી અથવા બોલવામાં તકલીફ થવી વગેરે દેખાય ત્યારે વિલંબ કર્યા વગર હોસ્પિટલ પહોંચવું અત્યંત જરૂરી છે. સમયસર સારવાર લેવાથી જીવન બચી શકે છે અને ગંભીર પરિસ્થિતિ ઉભી થતી અટકાવી શકાય છે.’
અભિયાન અંતર્ગત હોસ્પિટલમાં “BE FAST” ડેમો Balance, Eyes (vision changes), Face Drooping, Arm Weakness, Speech Difficulty, Time to Call Emergency)રજૂ કરવામાં આવ્યો, જેથી લોકો સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણો સમયસર ઓળખી શકે. સાથે જ ફ્રી બ્લડપ્રેશર અને શુગર ચકાસણી કેમ્પ તેમજ નિષ્ણાતોની જાહેર ચર્ચાનું આયોજન પણ કરવામાં આવ્યું.
વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટમાં અદ્યતન ન્યુરો ઈમેજિંગ, માઈક્રોસર્જરી અને ઈન્ટરવેન્શનલ સ્ટ્રોક ટ્રીટમેન્ટની સુવિધાઓ ઉપલબ્ધ છે, જ્યાં અનુભવી નિષ્ણાતોની ટીમ દ્વારા 247 તાત્કાલિક સ્ટ્રોક મેનેજમેન્ટ કરવામાં આવે છે.



