સોશિયલ મીડિયાના અગ્રણી પ્લેટફોર્મ ટવિટર, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ વગેરેનું લોકોમાં જોરદાર ઘેલું લાગેલું છે, જેમાં એશિયન ક્ધટ્રીમાં તો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં લોકો ખાસ કરીને વ્યક્તિગત અનુભવો અને બાબતોને શેર કરવાનું ચૂકતા નથી. એશિયનની તુલનામાં યુરોપ કે અમેરિકનોમાં એટલો બધો ક્રેઝ જોવા મળતો નથી, પરંતુ અમેરિકનો તો હવે અલગ રસ્તે હોવાનું જાણવા મળ્યું છે.
સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પૈકી ટવિટર પર લોકો વિશેષ એક્ટિવ રહે છે, તેમાંય વળી ગયા વર્ષે ઓક્ટોબરમાં એલન મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી ટ્વિટરમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. આ ફેરફારોમાં એક મોટો ફેરફાર એ છે કે વિશ્વની સૌથી મોટી માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરથી લોકોનો મોહભંગ. થવા લાગ્યો છે, પરંતુ ધીમે ધીમે લોકો ટવિટર છોડી રહ્યા છે અને આનો પુરાવો હવે એક નવા સંશોધનમાં જાણવા મળ્યો છે.
એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા એક વર્ષમાં 60 ટકા અમેરિકન યુઝર્સે ટ્વિટરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. જોકે, રિપોર્ટમાં એવું નથી કહેવામાં આવ્યું કે મસ્કના માલિક બન્યા પછી લોકોએ ટ્વિટરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. લોકોએ તેમના ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કર્યા નથી, પરંતુ લાંબા સમયથી તેનો ઉપયોગ કરી રહ્યા નથી, એવું અહેવાલમાં જણાવ્યું હતું.
તે એવા પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું નથી કે જેનાથી લોકો વ્યસની થઈ શકે. મેટાની સોશિયલ મીડિયા એપ્સ સાથે તેની સરખામણી કરો, જેમાં 3.02 અબજ દૈનિક સક્રિય વપરાશકર્તા છે. હાલના તબક્કે એમ કહેવાનું વહેલું ગણાશે, પરંતુ હજુ પણ લોકો ટવિટર પર વાપરે છે, પરંતુ તેમાં અમુક લોકો એક્ટિવ નથી. ટ્વિટરથી બ્રેક લીધો છે, તેમાં મહિલાઓ અને અશ્વેત વપરાશકર્તાઓની સંખ્યા વધુ છે. છેલ્લા 12 મહિનામાં લગભગ 69 ટકા મહિલાઓ અને 54 ટકા પુરુષોએ ટ્વિટરમાંથી બ્રેક લીધો છે. તેવી જ રીતે, 67 ટકા બ્લેક વપરાશકર્તાઓએ બ્રેક લીધો છે.
ટ્વિટર પર હવે 2 કલાકનો વીડિયો અપલોડ કરી શકાશે
- Advertisement -
જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યુ છે, ત્યારથી આ પ્લેટફોર્મ પર સતત નવી સુવિધાઓ લોન્ચ કરવામાં આવી રહી છે. કંપનીએ તેની ઘણી સુવિધાઓ પેઈડ કરી દીધી છે. યૂઝર્સે હવે તેમના ટ્વિટર એકાઉન્ટ માટે બ્લૂ ટિક મેળવવા માટે પણ ચાર્જ ચૂકવવો પડે છે. આ સાથે ટ્વિટર બ્લૂ સબસ્ક્રાઈબર્સને ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. આ દરમિયાન કંપનીએ તેમના માટે વધુ એક જાહેરાત કરી છે.
મસ્કએ જાહેરાત કરી છે કે હવે ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રાઇબર્સ બે કલાકનો 8 જીબી સુધીનો વીડિયો અપલોડ કરી શકશે. તેમણે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. ઈલોન મસ્કે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું કે “ટ્વિટર બ્લૂ વેરિફાઇડ સબસ્ક્રાઇબર્સ હવે બે કલાક (8 જીબી)નો વીડિયો અપલોડ કરી શકશે એટલે કે, આ સેવા મેળવવા માટે યૂઝર્સે ટ્વિટર બ્લૂ સેવાનો લાભ લેવો પડશે અને ત્યારબાદ જ તે બે કલાકનો વીડિયો શેર કરી શકશે.