શહેરમાં 1000થી વધુ, જિલ્લામાં 5000થી વધુ CCTV કેમેરા
જૂનાગઢ જિલ્લા SP હર્ષદ મેહતા દ્વારા ‘મારૂ ગામ સુરક્ષીત ગામ’,
‘મારી સોસાયટી સુરક્ષીત સોસાયટી’ અભિયાન વેગવંતુ કરાયું
- Advertisement -
વિશ્ર્વાસ પ્રોજક્ટ અંતર્ગત જિલ્લામાં 737 CCTV કેમેરાનું નેટવર્ક થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા મારૂ ગામ સુરક્ષીત ગામ, મારી સોસાયટી સુરક્ષીત સોસાયટી અભિયાન વધુ વેગવંતુ બને તેના માટે ખાસ આયોજન બદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં શહેર અને જિલ્લાના દરેક તાલુકા અને ગ્રામ્ય મથક સુધી સીસીટીવી કેમરા લગાવા માટે લોકોને વધુ જાગૃત કરીને સીસીટીવી લગાવામાં આવી રહ્યા છે.જેનાથી ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર અસામાજિક તત્વો પર અંકુશ લાગે અને કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બને તેના માટે સીસીટીવી કેમેરા વધુમાં જગ્યા પર લાગે તેવો ભાર મુકવામાં આવી રહ્યો છે.આમ હવે જૂનાગઢ શહેર અને જિલ્લામાં સીસીટીવી કેમેરાની તીસરી આંખ સાથે પોલીસની બાજનજર વધુ મજબૂત બની રહી છે. જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ગદ મહેતા દ્રારાujarat Public Saftey Enforcement Act -2022 અંતર્ગત જૂનાગઢ જિલ્લાના લોકોનેભીડભાડ વાળા લોકેશન જેવાકે પેટ્રોલ પંપ, શોપીંગ મોલ, સ્કૂલ/કોલેજ, જાહેર મેળાવડા ખાતે ઈઈઝટ કેમેરા ઇન્સ્ટોલ કરવા માટે છેલ્લા 1 વર્ગથી ખાસ ઝાંબેશ હાથ ધરવામાં ધરવામાં આવેલ છે.
ત્યારે જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલ રાયજીબાગ સોસાયટી, દાણાપીઠ ગ્રેઇન માર્કેટ, રાજીવ ગાંધી પાર્ક, જલારામ સોસાયટી, માાંગનાથ રોડ, અન્સ શોપીંગ કોમ્પપ્લેક્ષ, પેટ્રોલ પંપ, શાળા/કોલેજ દ્રારા જૂનાગઢ શહેરમાાં 1000 થી વધુ સીસીટીવી કેમેરા તથા વિવિધ સંસ્થાઓ, ગામના સરપંચશ્રીઓ વગેરે મળી જિલ્લામાં કુલ 5000 થી વધુ સીસીટીવી કેમેરા જનભાગીદારી ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.તેમજ જૂનાગઢ જિલ્લા એસપી દ્વારા છેલ્લા એક વર્ષમાં જૂનાગઢ જિલ્લાના કુલ 410 સરપંચને પત્ર લખી મારૂ ગામ સુરક્ષીત ગામ મારી સોસાયટી સુરક્ષીત સોસાયટી અભિયાન અંતર્ગત મહતમ લોકેશન ઉપર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા અપીલ કરવામાાં આવેલ છે. જૂનાગઢ પોલીસ અધિક્ષકની કચેરીની નેત્રમ શાખા ખાતે ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ ફેસ એક અંતર્ગત જૂનાગઢ શહેરમાાં હાલમાાં કુલ 285 સીસીટીવી કેમેરા દ્રારા 24*7 મોનીટરીંગ કરી ક્રાઇમ એનાલીસીસ, ક્રાઇમ ડીટેકશન, ટ્રાફીક મેનેજમેન્સટની કામગીરી કરવામાાં આવે છે અને હાલમાં ગુજરાત સરકારના વિશ્ર્વાસ પ્રોજેક્ટ ફેસ 2 અંતર્ગત હજુ વધારે 452 સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂર્ણ થવા ઉપર છે એમ ગુજરાત સરકારના વિશ્ર્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કુલ 737 સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભું થનાર છે.ત્યારે રાયજીબાગ સોસાયટીના રહીશો દ્રારા લોકભાગીદારીથી સીસીટીવી કેમેરાનુ ઉદ્ઘાટન જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના વરદ હસ્તે કરવામાાં આવેલ અને રાયજીબાગ સોસાયટીના રહીશો દ્રારા જૂનાગઢ જિલ્લા પોલીસના મારૂ ગામ સુરક્ષીત ગામ, મારી સોસાયટી સુરક્ષીત સોસાયટી અભિયાનમાાં સહયોગ આપવા બદલ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્રારા અભિનંદન આપવામાાં આવેલ.
- Advertisement -