નવરાત્રીને માત્ર હવે ગણ્યા-ગાંઠયા દિવસો જ બાકી રહ્યા છે. નવરાત્રી નજીક આતા ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્ર આભૂષણની ખરીદીમાં વ્યસ્ત થઇ જતા હોય છે. આમ તો નવરાત્રી એટલે ચણીયાચોલી, ધોતી- કરતા, કેડિયું, કોટિ, દાંડિયા અને ગરબા- ડાન્સનો તહેવાર નવરાત્રી પહેલા રાજકોટની વિવિધ બજારોમાં ભાડે ચણીયાચોલી લેવા માટે ખેલૈયાઓની ભીડ જામતી હોય છે.
- Advertisement -
વિવિધ કલરના વર્કવાળા, પેચવર્કવાળા, ચણીયાચોલી, કેડિયા, સાથે ભરત ભરેલી છત્રીની ભારે બોલબાલા છે. નવરાત્રીમાં ખાસ કરીને સીતારા લગાવેલી કલરે-કલરની છત્રી આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ખેલૈયાઓ ડ્રેસને મેચીંગ રજવાડી રાખી ગ્રાઉન્ડ પર ગરબે ઘુમવા પહોંચી જાય છએ, ત્યારે રાજકોટની બજારોમાં ભાડે ચણીયાચોળી લેવાતી ભારે બોલબાલા છે. સાથે 10 દિવસના પેકેજ ગ્રાહકોને આપવામાં આવતા હોય છે. આમ, નવરાત્રી આવતા ચણીયાચોલી કલરે-કલરની છત્રીનો પણ ક્રેઝ જોવા મળે છે.