આજે શનિ જયંતી, ખાસ પૂજા સાથે પિતૃઓ માટે દાન-પુણ્યનું મહાત્મય
જ્યુબિલી ગાર્ડનના શનિ મંદિરે સવારથી જ ભક્તોની ભીડ
- Advertisement -
વૈશાખ વદ અમાસને શનિ જયંતી અને સાથે સોમવતી અમાસ પણ છે. આથી આજના દિવસે શનિગ્રહની ઉપાસના, પિતૃદેવની ઉપાસના તથા મહાદેવજીની પૂજા-ઉપાસના કરવી ઉત્તમ ગણાય છે. હિંદુ ધર્મમાં અમાસ વ્રતનું એક અલગ જ મહત્વ છે. ત્યારે આજે જ્યુબિલી ગાર્ડન ખાતે આવેલા શનિ મંદિરે સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભાવિકોએ તેલ, અડદ, તલના અભિષેક સાથે શનિદેવની આરાધના કરી ન્યાયના દેવતાને રીઝવવો પ્રયાસ કર્યો હતો.
આ દિવસે પૂજા કરવાથી અનેક પરેશાનીઓ દૂર થાય છે. અમાસના દિવસે વ્રત, પૂજન અને પિતૃઓને તલ ચઢાવવામાં આવે છે. આ દિવસે તર્પણ વગેરે કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. સોમવતી અમાસનું મહત્ત્વ અન્ય અમાસ કરતાં વધુ છે. શનિ જે રાશિમાં રહે છે, તે રાશિ સાથે જ તે રાશિની આગળ અને પાછળની રાશિઓ ઉપર પણ સાડાસાતી રહે છે. શનિ જે રાશિમાં છે તે રાશિથી છઠ્ઠી રાશિ અને દસમી રાશિ ઉપર શનિની ઢૈય્યા રહે છે. આ સમયે કર્ક અને વૃશ્ચિક રાશિ ઉપર શનિની ઢૈય્યા ચાલી રહી છે.