બજેટના દિવસે શેર માર્કેટ ધડામથી પડી ગયું હતું અને આજે પણ શેર માર્કેટમાં વેચવાલીનું દબાણ બનેલું છે. જો કે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 92 હજાર કરોડનો વધારો થયો છે.
મંગળવારે સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું, તો બજેટના દિવસે બજાર ધડામથી નીચે પડી ગયું. કેપિટલ ગેઈન ટેક્સ અને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારાને કારણે બજેટના દિવસે શેર માર્કેટ ધડામથી પડી ગયું હતું. ત્યારે આજે પણ વેચવાલીનું દબાણ બનેલું છે. વૈશ્વિક સ્તરેથી નબળા સંકેતો વચ્ચે સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી પણ નબળા દેખાઈ રહ્યા છે. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ.92 હજાર કરોડનો વધારો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 92 હજાર કરોડનો વધારો થયો છે.
- Advertisement -
હવે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોની વાત કરીએ તો, BSE સેન્સેક્સ હાલમાં 132.62 પોઇન્ટ અથવા 0.16 ટકાના વધારા સાથે 80,296.42 પર છે અને નિફ્ટી 50 38.05 પોઇન્ટ અથવા 0.16 ટકાના વધારા સાથે 24,441.00 પર છે. એક ટ્રેડિંગ દિવસ પહેલા સેન્સેક્સ 80,429.04 પર અને નિફ્ટી 24,479.05 પર બંધ થયો હતો.
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 92 હજાર કરોડનો વધારો
એક ટ્રેડિંગ દિવસ અગાઉ એટલે કે 23 જુલાઈ, 2024ના રોજ, BSE પર સૂચિબદ્ધ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ રૂ. 4,46,40,877.82 કરોડ હતી. આજે એટલે કે 24 જુલાઈ 2024ના રોજ બજાર ખુલતાની સાથે જ તે રૂ. 4,47,32,951.74 કરોડ સુધી પહોંચી ગયું છે. મતલબ કે રોકાણકારોની મૂડીમાં રૂ. 92,073.92 કરોડનો વધારો થયો છે.
- Advertisement -
સેન્સેક્સના 9 શેર ગ્રીન ઝોનમાં
સેન્સેક્સ પર 30 શેર લિસ્ટેડ છે જેમાંથી માત્ર 9 જ ગ્રીન ઝોનમાં છે. સૌથી વધુ ઉછાળો ITC, ટાઇટન અને એરટેલમાં છે. બીજી તરફ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને નેસ્લેમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.
સરકારી કંપનીઓના શેર્સમાં આકર્ષક ઉછાળો
બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરવામાં આવતાં પીએસયુ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. એમએમટીસી 15.46 ટકા, એમઆરપીએલ 4.13 ટકા, એનએલસી ઈન્ડિયા 3.83 ટકા, એલઆઈસી 3.58 ટકા, ઓએનજીસી 3.30 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતા.કેન્દ્રીય બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ ક્ષેત્ર અને ટેક્સ બચત પર ફોકસ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામીણ માગમાં વધારો કરવા પ્રોત્સાહનો તેમજ રોજગાર સર્જન પર ફોકસ કરવામાં આવ્યું છે.
આઈટીસી શેર તેજીમાં
કેન્દ્રીય બજેટમાં તમાકુ પર ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં ન આવતાં આઈટીસી શેર 5.5 ટકા સુધી ઉછળ્યા બાદ આજે વધુ 4 ટકા ઉછળી રૂ. 500નું લેવલ ક્રોસ કરી ગયો છે. આઈટીસીનો શેર 3.7 ટકા ઉછળી 510.60ની નવી ટોચે પહોંચ્યો હતો. જે છેલ્લા એક વર્ષમાં 10.5 ટકા અને છેલ્લા એક માસમાં 4.4 ટકા વધ્યો છે.