મજબૂત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની ગેરહાજરીમાં તાપમાન-ગરમીમાં વૃદ્ધિ વ્હેલી: માર્ચથી જુન આકરો ઉનાળો-હીટવેવની સંખ્યા પણ વધુ રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
સામાન્ય રીતે ગુલાબી ઠંડીના માહોલમાં ઉજવાતા હોળી-ધુળેટીના તહેવારમાં આ વખતે પરસેવો પડે તેવી ગરમીનું વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 18મી માર્ચ સુધી તાપમાન નોર્મલથી વધુ સેવાની અને ગરમી જેવો માહોલ રહેવાની શકયતા છે.
હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે છેલ્લા એક પખવાડીયાથી કોઈ મજબૂત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાયુ નથી અને હવામાન એકદમ સ્વચ્છ રહેવા સાથે તાપમાન-ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે હોળી વખતે શિયાળો વિદાયના માર્ગે હોય છે છતાં ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. ધુળેટીએ પાણીથી રમતી વખતે પણ ઠંડીનો અનુભવ થતો હોય છે.
- Advertisement -
પરંતુ આ વખતે ચાલુ ફેબ્રુઆરી મહિનામાં જ શિયાળો વિદાય લેવા માંડે તેવા સંજોગો છે. છેલ્લા બે સપ્તાહથી દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન નોર્મલ કરતા ઉંચે રહ્યું છે. સામાન્ય વર્ષો કરતા પણ તાપમાન વધુ છે એટલે માર્ચ મહિનામાં તેમાં હજુ વૃદ્ધિ થવા સાથે હોળી-ધુળેટીમાં પરસેવો સર્જનારી ગરમી થવાની સંભાવના છે. જો કે, નાના-નબળા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાશે છતાં હોળી-ધુળેટીના તહેવાર વખતે ગુલાબી ઠંડીનો પણ અહેસાસ થાય તેમ નથી.હવામાન નિષ્ણાંતોના કહેવા પ્રમાણે જળવાયુ પરિવર્તનને કારણે હવામાનમાં ફેરફારની ઘટનાઓ વધી જ રહી છે. આ વખતે મજબૂત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાયુ નથી. છેલ્લા પખવાડીયાથી શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યુ નથી. સ્વચ્છ આકાશમાં આકરો સૂર્યતાપ છે એટલે તાપમાન તથા ગરમી વધી રહી છે.


