સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે કહ્યું હતું કે તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે પરંતુ વિપક્ષે સુનિશ્ચિત કરવું પડશે કે ગૃહમાં ચર્ચા માટે સંપૂર્ણ વાતાવરણ બને અને કોઈ વિક્ષેપ ન થાય.
સોમવાર એટલે કે આજે સાંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપ ત્રણ રાજ્યમાં તેની જીતને લઈ ખૂબ જ ઉત્સાહિત છે. આ શિયાળુ સત્ર 22 ડિસેમ્બર સુધી ચાલશે. સાથે જ આ સત્રમાં કુલ 19 બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે.
- Advertisement -
નોંધનીય છે કે PM મોદી આજે સવારે 10.15 કલાકે સંબોધન કર્યું હતું અને આ પહેલા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી વિપક્ષી દળો સાથે બેઠક કરી ચુક્યા છે. આજે સત્રના પહેલા જ દિવસે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સંબંધિત રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે. એથિક્સ કમિટીના ચેરમેન વિનોદ કુમાર સોનકર આજે રિપોર્ટ રજૂ કરશે. સંસદીય સમિતિ ભારતીય દંડ સંહિતામાં ફેરફારો અંગેનો અહેવાલ પણ રજૂ કરશે.
LIVE: PM Shri @NarendraModi's statement to the media ahead of Winter Session of Parliament 2023 https://t.co/B6U6DRtnnA
— BJP Gujarat (@BJP4Gujarat) December 4, 2023
- Advertisement -
આજથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે, જ્યારે વિપક્ષી દળો મણિપુર જેવા કેટલાક મુદ્દા ઉઠાવશે અને તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગનો પ્રયાસ કરી શકે છે. સંસદના આ સત્ર દરમિયાન, જ્યારે ગૃહની નીતિશાસ્ત્ર સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવશે ત્યારે લોકસભામાં હોબાળો થઈ શકે છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને ‘લાંચ લીધા પછી પ્રશ્નો પૂછવાના’ આરોપમાં નિષ્કાસિત કરવાની ભલામણ કરવામાં આવી છે.
સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે કહ્યું હતું કે તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે પરંતુ વિપક્ષે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે ગૃહમાં ચર્ચા માટે સંપૂર્ણ વાતાવરણ બનાવવામાં આવે અને કોઈ વિક્ષેપ ન થાય. લોકસભાના શિયાળુ સત્રમાં કુલ 19 બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. જેમાં કેટલાક બિલ લોકસભામાં તો કેટલાક રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યા છે.
આ 3 બિલ એક પડકાર છે.
મોદી સરકાર માટે મહત્વનો પડકાર ત્રણ બિલ (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ) પસાર કરવાનો હશે. ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ દ્વારા આની તપાસ કરવામાં આવી હતી. સરકાર પેનલની ભલામણો સ્વીકારશે કે તેમાંના કેટલાકને સામેલ કરશે કે કેમ તે બિલ રજૂ થશે ત્યારે ખબર પડશે.