સંસદમાં શિયાળુ સત્ર આજે પૂર્ણ થઈ ગયું છે. આમ તો 7 ડિસેમ્બરે શિયાળું સત્ર શરૂ થયું હતું. ત્યારે આ સત્રની અવધિ 29 ડિસેમ્બર સુધી નક્કી કરવામાં આવી હતી.
સંસદનું શિયાળું સત્ર આજે સમાપ્ત થઈ ગયું છે. જો કે 7 ડિસેમ્બરથી શરૂ થયેલા આ સત્રનો સમયગાળો 29 ડિસેમ્બર સુધી નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે સત્ર નિર્ધારિત સમય પહેલા જ પૂર્ણ થઈ ગયું છે. વિપક્ષ અરૂણાચલ પ્રદેશનાં તવાંગ સ્થિત યાંગત્સમાં ચીની સેના સાથે સંઘર્ષ પર ચર્ચાની માંગ પર કરી રહ્યું હતું. જેને લઈને ગુરૂવારે રાજ્યસભામાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તે જ સમયે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો છે. તિવારીએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવની સ્થિતિ પર ચીન સાથે ચર્ચા કવાની પણ માંગ કરી છે. ખરેખર ગુરૂવારે કોંગ્રેસ અને અન્ય કેટલાક વિપક્ષી દળોના નેતાઓએ બેઠક યોજી હતી.
- Advertisement -
સંસદના વર્તમાન શિયાળું સત્રમાં ભવિષ્યની કાર્યવાહિ નક્કી કરવા માટે યોજાયેલી બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે ચીન સાથેના સરહદી મુદ્દા અને જનતાને લગતા અન્ય મુદ્દાઓ પર બંને ગૃહોમાં તણાવ ઉઠાવવાનું ચાલુ રાખશે અને જવાબ માંગશે.
Winter Session: Rajya Sabha adjourned sine die seven days ahead of schedule
Read @ANI Story | https://t.co/WA4l61LLoj#RajyaSabha #RajyaSabhaAdjournment #Wintersession #Parliament pic.twitter.com/MT3t6f6cMR
- Advertisement -
— ANI Digital (@ani_digital) December 23, 2022
લોકસભા અને રાજ્યસભામાં સ્થગિત પ્રસ્તાવ
કોંગ્રેસ નેતી મનીષ તિવારીએ આજે લોકસભામાં ચીન સાથે સરહદી સબંધો પર ચર્ચાને લઈને સ્થગિત પ્રસ્તાવ આપ્યો છે. કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ આ મુદ્દે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી છે. તે જ સમયે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે સીપીઆઈ સાંસદ જોન બ્રિટાસે રાજ્યસભામાં ઝીરો અવર નોટિસ આપી છે. તેમણે કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને આઈઆઈટી અને આઈઆઈએમ જેવી રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓમાં હિન્દી ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવવાના નિર્દેશ પર ચિંતા વ્યક્ત કરી છે. સાંસદે સત્તાવાર ભાષા પર સંસદીય સમિતિની ભલામણને ટાંકીને ઝીરો અવર નોટિસ આપી છે.
Lok Sabha adjourned sine die
Read @ANI Story | https://t.co/JbZ2GyixY0#loksabha #loksabhaadjourned #wintersession pic.twitter.com/FtBm1ov1IA
— ANI Digital (@ani_digital) December 23, 2022
વિપક્ષે રણનીતિ બનાવી
ગુરૂવારે સંસદ ભવનમાં સ્થિત કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના ચેમ્બરમાં બેઠક યોજાઈ હતી. ખડગે ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, ડીએમકે નેતા ટીઆર બાલુ, શિવસેનાના સંજય રાઉત અને અન્ય કેટલાક નેતઓએ હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ચીન સાથેના તણાવ, મોંઘવારી અને અન્ય મુદ્દાઓ પર સરકાર પાસેથી જવાબ મેળવવાનું ચાલુ રાખશે. 7 ડિસેમ્બરથી શરૂ થયેલ સંસદના શિયાળું સત્રમાં વિપક્ષી દળો સતત ચીનના મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. ઘણા સાંસદોએ બંને ગૃહોમાં આ મુદ્દા પર ચર્ચાની માંગ કરતા, વિરોધ પક્ષોના નેતાઓએ બુધવારે સંસદ પરિસરમાં પાર્ટીના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના નેતૃત્વમાં પ્રદર્શન પણ કર્યું.