ગાંધીનગરમાં 17.7, અમરેલીમાં 19, નલિયામાં 20, પોરબંદર-અમદાવાદમાં 21 અને રાજકોટમાં સવારે 22.4 ડિગ્રી લઘુતમ તાપમાન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યમાં તાજેતરમાં અંતિમ રાઉન્ડનો વરસાદ પડ્યા બાદ છેલ્લા થોડા દિવસોથી ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વ્હેલી સવારે અને રાત્રે ઠંડક તથા બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આજરોજ વ્હેલી સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ હવામાંથી ભેજનું પ્રમાણ ઘટતા ગુલાબી ઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો. સવારે ગાંધીનગર ખાતે 17.7 ડીગ્રી અને અમરેલી ખાતે 19 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જ્યારે, રાજકોટમાં આજે સવારે લઘુતમ તાપમાન 22.4 ડીગ્રી નોંધાયું હતું અને હવામાં ભેજ 50 ટકા રહ્યો હતો. જ્યારે પવનની સરેરાશ ઝડપ 6 કિ.મી. રહેવા પામી હતી. તેમજ વડોદરામાં આજે સવારે 21.6 ડીગ્રી, ભાવનગરમાં 23 અને ભૂજમાં 22 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. ડિસામાં આજે સવારે 23.4 ડીગ્રી અને નલિયામાં 20.2 ડીગ્રી જેટલું ઉંચુ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત આજે સવારે દિવમાં 22.6, દ્વારકામાં 24.5, કંડલામાં 25, ઓખામાં 25.5, પોરબંદરમાં 21.4, સુરતમાં 23.7 અને વેરાવળ ખાતે 24 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.