વિરાટ કોહલીને 2013માં RCBની કેપ્ટનશિપ આપવામાં આવી હતી. ટીમે તેમના નેતૃત્વમાં ક્યારેય આઈપીએલનો ખિતાબ જીત્યો ન હતો પરંતુ બ્રાન્ડ વેલ્યુને કારણે તેને ક્યારેય કેપ્ટનશીપમાંથી દૂર કરવામાં આવ્યો ન હતો.
વિરાટ કોહલીએ ભારતીય ટી 20 ટીમ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડવાની પણ જાહેરાત કરી છે. આઈપીએલ 2021 પછી તેઓ હવે આરસીબીના કેપ્ટન રહેશે નહીં. વિરાટ કોહલીએ 17 સપ્ટેમ્બરે જ ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં બે દિવસમાં તેમણે બે મોટા નિર્ણયો લીધા અને બે જવાબદારીઓ છોડી દીધી.
32 વર્ષીય કોહલીએ તમામ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપમાં સામેલ કામના ભારણને જોતા ટી 20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ એવું માનવામાં આવતું હતું કે, તે ટૂંક સમયમાં જ આરસીબીની કેપ્ટનશીપમાંથી છૂટશે. જો કે, એવી અપેક્ષા નહોતી કે તેઓ ટુર્નામેન્ટ ફરી શરૂ થતાં પહેલા જ દિવસે આવી જાહેરાત કરશે. IPLના સૌથી સફળ ખેલાડીઓમાંના એક કોહલી, જોકે, RCBની ટીમનો ભાગ રહશે.
- Advertisement -
કોહલીએ RCB દ્વારા બહાર પાડવામાં આવેલા વિડીયો સ્ટેટમેન્ટમાં કહ્યું, ‘RCના કેપ્ટન તરીકે આ મારી છેલ્લી IPL હશે. હું મારી છેલ્લી IPL મેચ સુધી RCB ખેલાડી રહીશ. હું મારા પર વિશ્વાસ કરવા અને મને ટેકો આપવા માટે RCB ચાહકોનો આભાર માનું છું. ‘કોહલીને 2008 માં લીગ શરૂ થઈ ત્યારે RCBમાં સામેલ કરવામાં આવ્યા હતા.
તેને 2013માં ટીમની કેપ્ટનશીપ આપવામાં આવી હતી. ટીમે તેમના નેતૃત્વમાં ક્યારેય આઈપીએલનો ખિતાબ જીત્યો ન હતો પરંતુ તેની બ્રાન્ડ વેલ્યુને કારણે તેને ક્યારેય કેપ્ટનશીપમાંથી દૂર કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે સવાલ એ છે કે, શું કોહલી વનડે ટીમની કેપ્ટનશીપ પણ છોડશે? કોહલી વર્ષ 2017માં ભારતીય વનડે ટીમનો કેપ્ટન બન્યો હતો. તે જ વર્ષે, તેને ટી 20 ટીમની કમાન મળી. મહેન્દ્ર સિંહ ધોનીનું પદ છોડ્યા બાદ તેઓ ટીમ ઈન્ડિયાના વડા બન્યા.
વર્કલોડ મેનેજમેન્ટને કારણે કેપ્ટનશિપ છોડી
- Advertisement -
ટી 20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતી વખતે કોહલીએ વર્કલોડ મેનેજમેન્ટ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ જોતા તેમણે પદ છોડી દીધું. પરંતુ ટી 20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાથી તેના વર્કલોડ મેનેજમેન્ટ પર વધારે અસર થશે નહીં.
ટી 20 ફોર્મેટમાં તેની પાસે સૌથી ભારે કામ આરસીબીની કેપ્ટનશિપ હતી. કારણ કે, અહીં બે મહિના સુધી સતત રમવું, પછી ટીમ સિલેક્શન, સ્ટ્રેટેજી મેકિંગ, તેમજ બેટ્સમેનની ભૂમિકા ખૂબ જ ભારે રહે છે. અહીં એક સીઝનમાં ઓછામાં ઓછી 14 મેચ રમવાની હોય છે. જો આપણે ભારતીય ટીમમાં ટી 20 ક્રિકેટની વાત કરીએ તો, ગત જાન્યુઆરી 2020 થી, ભારતે માત્ર 16 ટી 20 મેચ રમી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે IPL ની કેપ્ટનશિપ ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતાં વધુ બોજારૂપ છે.
2023 સુધી વનડે કેપ્ટનશિપ છોડશે નહીં
હવે અહીં આપણે વનડે કેપ્ટન્સીની જવાબદારી વિશે પણ વાત કરવી જોઈએ. ભારતે જાન્યુઆરી 2020 થી નવ વનડે રમી છે. હવે આવતા વર્ષે જૂન સુધી ભારતે વધુ નવ વનડે રમવાની છે. આ સાથે, વર્લ્ડ કપ 2023માં પણ યોજાવાનો છે. 2022 ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતની વનડે મેચ વધી શકે છે. આવી સ્થિતિમાં એવું લાગતું નથી કે, કોહલી વનડેની કેપ્ટનશીપ છોડી દે.
તે 2023 ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનવા ઈચ્છશે. સામાન્ય રીતે જો કોઈ કેપ્ટનશિપ છોડે, તો પછી તે ટેસ્ટ અથવા વન-ડે-ટી -20 પસંદ કરે છે. પરંતુ કોહલીએ ટેસ્ટ-વનડે પસંદ કર્યું છે. આ કાફલો કેવી રીતે આગળ વધે છે તે જોવાનું રહ્યું.