ઇઝરાયલ અને હમાસની વચ્ચે સંઘર્ષ વિરામની સમાપ્તિ પછી એક વાર ફરી યુદ્ધ શરૂ થઇ ગયું છે. આ વચ્ચે ઇઝરાયલના રક્ષા દળના પ્રવક્તા એડમિરલ ડેનિયલ હગરીએ જણાવ્યું કે, તેઓ હમાસના આતંકવાદીઓની સામે પોતાની પૂરી તાકાત લગાવી દેશે.
હગરીએ કહ્યું કે, અમે તેમને ઉત્તરી ગાઝામાં પીછો કર્યો અને હવે તેમને દક્ષિણી ગાઝામાં પીછો કરી રહ્યા છીએ. અમે હમાસના આતંકીઓ સામે વધારેથી વધારે તાકાતનો ઉપયોગ કરીશું. અમારી સેનાને સાત દિવસનો સંઘર્ષવિરામ પસંદ કર્યો હતો, જેથી ગુપ્ત માહિતની સમિક્ષા કરવામાં આવે. હમાસે આ સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો. હવે અમે પોતાની ભૂલથી શીખેલા અનુભવોનો ઉપયોગ આ યુદ્ધમાં કરીશું.
- Advertisement -
હમાસે યુદ્ધને પસંદ કર્યુ
1 ડિસેમ્બરના સંઘર્ષવિરામની સમાપ્તિ થયા પછી હગરીએ કહ્યું કે, હમાસ સંગઠનના બંધકોને છોડવાનો અસ્વીકાર કરતા સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કરીને યુદ્ધને પસંદ કર્યુ. અમે હમાસની સામે યુદ્ધના નલા ચરણમાં પ્રવેશ કરી ચૂક્યા છઈએ. આતંકી સંગઢને બંધક બનાવેલા મહિલાઓ અને બાળકોને છોડાવવાની મનાઇ કરી દીધી છે. હમાસે ઇઝરાયલના ઘરોમાં રોકેટ પણ છોડયા છે, જેથી સ્પષ્ટ થાય છે કે, આતંકી સંગઠને યુદ્ધને પસંદ કર્યુ.