ક્રિકેટની આખી ટીમ એક રિક્ષામાં !
કાયદાનું ચિરહરણ કરતો રિક્ષા ચાલક, એક રિક્ષામાં 11 બાળકને બેસાડ્યા!
- Advertisement -
RTO અધિકારીઓ માત્ર વાહનોના કાગળિયા તપાસવામાં વ્યસ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દિનપ્રતિદિન જાહેર માર્ગો પર જોખમી સ્ટન્ટ, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન સહિતના અનેક વિડીયો સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર બાળકોને જોખમી રીતે લઇ જઈ રહેલી રીક્ષાનો એક વિડીયો સામે આવ્યો છે. રાજકોટ નજીક કાગદડી થી રાજકોટ તરફ આવતી રિક્ષામાં 10 થી 12 વર્ષના નાના ભુલકાઓને ખચોખચ બેસાડવામાં આવ્યા છે. આ બાળકોને પ્રાથમિક જોતાજ એવું લાગે છે કે બાળકો સ્પોર્ટ્સમેન હશે. એટલે કે આ બાળકો ભારતના ભવિષ્યના ખેલાડીઓ છે (એક બાળકના હાથમાં બેટ પણ જોવા મળી રહ્યું છે). પરંતુ અહીં રીક્ષા ચાલકની બેદરકારી સ્પષ્ટ જોઈ શકાય છે. ત્રણ વ્હીલવાળું કોઈ પણ વાહન આટલો વજન સારી રીતે બેલેન્સ કરી શકે એવું લાગી રહ્યું નથી. તેમજ આ રીક્ષા હાઇવે પર જઈ રહી હોવાથી તેની ગતિ પણ વધુ જ હોવાની છે. નાની એવી ચૂક રિક્ષાને પલટાવી દે તેમાં બેમત નથી. જાહેર માર્ગો પર આ પ્રકારના અનેક અકસ્માતો આપણે જોતા જ હોઈએ છીએ. ટ્રાફિક પોલીસ હરહંમેશ હાઇવે પર હેલમેન્ટના દંડ આપતી આપણે જોઈ જ હશે. તો તેઓના ધ્યાને આવી ઘટના શા માટે નહીં આવી હોય ? આ સિવાય છઝઘ અધિકારીઓ પણ વિવિધ કાગળિયા તપાસી દંડના મેમો આપવામાં ક્યારેય પાછા પડતા નથી. તેમણે પણ આવી ઘટના સામે થોડી સ્ફૂર્તિ બતાવવી જોઈએ. બીજું કે, સરકાર બાળકોને લઇ જતા વાહનો સંબંધે અનેક નિયમો પણ લાદતી હોય છે, જેથી અકસ્માતો ન સર્જાય અને કોઈ પણ વાહનમાં આ રીતે ખચોખચ વ્યક્તિઓને ન બેસાડાય. તો શા માટે તેનું અનેકવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ? જવાબદાર અધિકારીઓએ આ બાબતે કડક પગલાં ભરી એક દાખલારૂપ કાર્યવાહી કરી જોઈએ.



