ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકાએ ભારત પર લગાવવામાં આવેલી 25% રેસિપ્રોકલ (જેવા સાથે તેવા) ટેરિફને 7% ઘટાડીને 18% કરી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે પીએમ મોદી રશિયન તેલ ખરીદવાનું બંધ કરીને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે. સાથે જ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ બની ગઈ છે.
આ પછી પીએમ મોદીએ પોસ્ટ કરીને કહ્યું- એ જાણીને ખુશી થઈ કે હવે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટીને 18% થઈ જશે. જોકે, તેમની પોસ્ટમાં ટ્રેડ ડીલ અંગે કોઈ જાણકારી નથી.
અમેરિકાએ ઓગસ્ટ 2025માં ભારત પર બે વાર ટેરિફ લગાવ્યો હતો. પહેલી વાર 1 ઓગસ્ટે વેપાર ખાધને લઈને 25% ટેરિફ લગાવવામાં આવ્યો. ત્યારબાદ 27 ઓગસ્ટે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે 25% વધારાનો ટેરિફ લગાવ્યો હતો.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઙખ મોદી બંનેએ રશિયન તેલ ખરીદવાને કારણે લગાવવામાં આવેલા 25% વધારાના ટેરિફ પર કંઈપણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું કે અમેરિકા, ભારતથી આવતા સામાન પર લગાવવામાં આવેલો તે વધારાનો ટેરિફ હટાવી દેશે, જે રશિયા પાસેથી તેલ ખરીદવાના બદલામાં સજા તરીકે લગાવવામાં આવ્યો હતો.
ટ્રમ્પે પોસ્ટ કરીને લખ્યું કે આજે સવારે (ભારતીય સમય મુજબ રાત્રે) તેમની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત થઈ.
બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર વાત થઈ. તેમાં વેપાર (ટ્રેડ) અને રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો વિષય પણ સામેલ હતો. મોદી આ વાત પર સહમત થયા કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઓછું કરશે અને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદશે. આ સાથે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાની સંભાવના પર પણ ચર્ચા થઈ.
ટ્રમ્પે કહ્યું કે તેમનું માનવું છે કે આ પગલાંથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવામાં મદદ મળી શકે છે, જેમાં દર અઠવાડિયે હજારો લોકોના જીવ જઈ રહ્યા છે. ટ્રમ્પે એ પણ લખ્યું કે પીએમ મોદીની અપીલ અને તેમના પ્રત્યેના સન્માનને કારણે, અમેરિકા અને ભારત વચ્ચે તરત જ એક વેપાર કરાર કરવા પર સહમતિ બની છે.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા ‘ટ્રુથ સોશિયલ’ પર ટ્રેડ ડીલ અંગે 7 મુદ્દા પર સહમતી દર્શાવી: ભારતીય પ્રશાસન દ્વારા કોઈ સ્પષ્ટતા નહીં
1. ભારત અમેરિકાથી આવતી નિકાસ પરના ટેરિફ (આયાત જકાત) ઘટાડીને ઝીરો (0%) કરશે.
- Advertisement -
2. અમેરિકા વળતા ટેરિફમાં ઘટાડો કરીને તેને 25% થી ઘટાડીને 18% કરશે.
3. ટ્રમ્પનો દાવો છે કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે.
4. ભારત અમેરિકા પાસેથી તેલની ખરીદીમાં વધારો કરશે.
5. ભારત સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી તેલની ખરીદી શરૂ કરી શકે છે.
6. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ભારતે ઊર્જા, કૃષિ, કોલસો અને ટેકનોલોજી સહિતની વિવિધ અમેરિકન વસ્તુઓ ખરીદવા માટે 500 ડોલર બિલિયન (અંદાજે 42 લાખ કરોડ રૂપિયા) નું વચન આપ્યું છે.
7. ટ્રમ્પનો દાવો છે કે, આ કરાર રશિયા-યુક્રેન યુદ્ધને રોકવામાં પણ મદદરૂપ સાબિત થશે.



