ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું એરેસ્ટ વોરંટ
ખાસ-ખબર ન્યૂઝ
- Advertisement -
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ ગુરૂવારે યુદ્ધ અને માનવતા વિરૂદ્ધ ગુનાઓને લઈને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને પૂર્વ રક્ષા મંત્રી યોન ગૈલેન્ટ માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું. ઈંઈઈએ નેતન્યાહૂ અને ગૈલેન્ટ પર માનવતા વિરૂદ્ધ ગુનાઓના આરોપ લગાવ્યા, જેમાં હત્યા, ઉત્પીડન અને અમાનવીય કૃત્યોની વાત કહેવામાં આવી છે. આરોપ છે કે ઇઝરાયલે ગાઝામાં નાગરિકો માટે ભોજન, પાણી અને ચિકિત્સા સહાયતા જેવા જરૂરિયાતના સામાન પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેનાથી બાળકોના મોત થયા છે અને અનેક લોકોને સંકટનો સામનો કરવો પડ્યો છે. માહિતી અનુસાર, આરોપમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટને એ માનવા માટે યોગ્ય આધાર પણ મળ્યો છે કે નેતન્યાહૂએ જાણીજોઈને નાગરિકોને નિશાન બનાવ્યા અને જરૂરી સહાયતા રોકી દીધી. જેનાથી લોકોને ખુબ પીડા ભોગવવી પડી.
કોર્ટે કહ્યું કે, ‘અમે હુમલાનું આંકલન કર્યું કે આ માનવું યોગ્ય આધાર છે કે નેતન્યાહૂ અને ગૈલેન્ટ ગાઝાના નાગરિકો વિરૂદ્ધ જાણીજોઈને હુમલાને નિર્દેશિત કરવાના યુદ્ધ અપરાધ માટે
જવાબદાર છે.’
બ્રિટન, ઈટલી અને કેનેડાએ કહ્યું- નેતન્યાહુ અહીં આવશે તો ધરપકડ કરીશું
ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ પર ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા લાદવામાં આવેલા યુદ્ધ અપરાધોના આરોપો અને ધરપકડ વોરંટ મામલે પશ્ચિમી દેશો વિભાજિત થયા છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, અમેરિકાએ ધરપકડ વોરંટ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. સાથે જ બ્રિટન, કેનેડા, નેધરલેન્ડ અને ઈટલીએ કહ્યું છે કે જો નેતન્યાહુ તેમના દેશમાં આવશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. ઇટાલીના રક્ષા મંત્રી ગિડો ક્રોસિટોએ કહ્યું કે તેમનો દેશ ઈંઈઈના નિયમોનું પાલન કરશે. તેમણે કહ્યું કે તેઓ ICCના આરોપને નકારી કાઢે છે કે હમાસ અને ઇઝરાયલ સમાન છે, પરંતુ જો નેતન્યાહૂ ઈટલી આવશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. અમે નિયમોથી બંધાયેલા છીએ.
- Advertisement -
ધરપકડ વોરંટ મામલે અમેરિકા નારાજ
અમેરિકાએ ICCના આદેશને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરેન જીન-પિયરે કોર્ટની નિર્ણય લેવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે અને તેને ’ઉતાવળભર્યુ’ ગણાવ્યું છે. અમેરિકા ICCનો સભ્ય દેશ નથી. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ગુરુવારે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ અને પૂર્વ રક્ષા મંત્રી યોવ ગેલેંટ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. આ તસવીર 31 ઓક્ટોબર 2024ના રોજ એક મિલિટરી ઈવેન્ટની છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ગુરુવારે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ અને પૂર્વ રક્ષા મંત્રી યોવ ગેલેંટ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. પોતાનો બચાવ કરતા ઇઝરાયલના પીએમએ હમાસ પર સામાન્ય લોકોના જીવ જોખમમાં મુકવાનો આરોપ લગાવ્યો છે. નેતન્યાહુએ એમ પણ કહ્યું કે ઇઝરાયલે ગાઝાને 7 લાખ ટન અનાજ સપ્લાય કર્યું છે.