સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ જ મોટા અસમાજિક તત્વો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
અમદાવાદના વસ્ત્રાલ ખાતે માથાભારે તત્વોની ગેંગ દ્વારા જાહેરમાં શસ્ત્ર લઈને ભય ઉભો કર્યો હોવાનો વિડિયો વાયરલ થયા બાદ તાત્કાલિક રામોલ પોલીસ દ્વારા આશરે 14 અસમાજીન તત્વો સામે કાર્યવાહી કરી જાહેરમાં સરભરા પણ કરી હતી જે બાદ આ પ્રકારની ઘટના વધુ ન બને તે માટે રાજ્યના ડી.જી.પી વિકાસ સહાય દ્વારા દરેક પોલીસ મથક ખાતે મારામારી, ખંડણી, શરીર સબંધી ગુન્હા, મિલકત પચવાના ગુન્હા, જુગાર તથા દારૂના અડ્ડા ચલાવતા તત્વો અને ખનિજ ચોરી સહિતન ગુન્હાઓમાં વારંવાર સંડોવાયેલાઓની યાદી તૈયાર કરી આગામી 100 કલાકમાં દાખલારૂપી કામગીરી કરવાનો આદેશ આપ્યો હતો. ડી.જી.પીના આ હુકમને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં થતી ખનિજ ચોરી બાબતે સ્થાનિક આગેવાન રામકુભાઈ કરપડા દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર કરાયો છે જેમાં જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી કોલસાની ખનિજ ચોરી થઈ રહી છે. જે ખનિજ ચોરી કરતા માફીયાઓ અધિકારીઓને પણ ગાંઠતા નથી અને જ્યારે અધિકારીઓ ગેરકાયદે ખનિજ વહન કરતા વાહનોને ઝડપી પાડે છે ત્યારે આ માફીયાઓ દાદાગીરી કરી ખનિજ ભરેલું વાહન છોડાવી જાય છે આ સાથે ખનિજ માફીયાઓ અધિકારીઓ પર હુમલો કર્યો હોવાની અનેક ફરિયાદો પણ પોલીસ ચોપડે નોંધાયેલી છે. જ્યારે વાત રહી મિલકત સબંધી ગુનાઓની તો આ કોલસાનું ખનન કરતા ખનિજ માફીયાઓ સરકારી અને ગૌચર જમીન પર કબજો કરી ગેરકાયદેસર ખાણો ચલાવી રહ્યા છે અને તે પણ જગજાહેર છે જેથી દરેક પ્રકારની અસામાજિક પ્રવૃતિ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના ખનિજ માફીયાઓ જ સૌથી મોટા અસમાજિક તત્વો છે જેને લઇ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌ પ્રથમ આ ખનિજ માફીયાઓ પર પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે.
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે કોલસાનું ખનન કરતા ખનિજ માફિયાઓની પ્રવૃત્તિ
સુરેન્દ્રનગર જિલ્લામાં ધમધમતી કોલસાની ગેરકાયદે ખાણોમાં કોલસાનું અવૈધ ખનન સાથે ગેરકાયદે વીજ જોડાણ, ગેરકાયદે વિસ્ફોટક જથ્થાનો ઉપયોગ, ખનિજ વહન રોકવતા અધિકારીઓને ધમકી, ખનિજ ચોરીની રજૂઆત કરતા સ્થાનિકો સાથે દાદાગીરી, ગેરકાયદેસર કોલસાની ખાણમાં મજૂરોના મોત મામલે માનવ વધના ગુન્હા સહિતની પ્રવૃતિ સરકારી રેકર્ડ પર નોંધાયેલ છે.