ધૂળેટીના દિવસે મોડી સાંજે છેડતી મામલે હત્યા થઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળેટીના પર્વ નિમિતે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં થાનગઢ તાલુકાના દરોડો ગામે ધૂળેટીના દિવસે ગોપાલભાઈ વિનુભાઈ મેટાલીયાની બહેનને અગાઉ સુરેશભાઈ છેડતી કરતો હોય અને ધેલટીના દિવસે પણ રંગ લગાવીને છેડતી કરી હોય જેથી ગોપાલભાઈને આ વાતની જાણ થતાં મોડી સાંજે હાથમાં છરી લઈને સુરેશભાઈને મારવા માટે જતા હોય તેવા સમયે મનસુખભાઇ ભુપતભાઈ સરવૈયા ત્યાં આવી જઈ વચ્ચે પડતાં ગોપાલભાઈ દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી આ તરફ હત્યાને લઈને થાનગઢ પંથકના ચકચાર મચી ગયો હતો જ્યારે પોલીસને ઘટનાની જાણ થતા જ સરોડી ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક મનસુખભાઇ ભાઈ દ્વારા ગોપાલભાઈ સામે હત્યાનો ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી માત્ર હત્યારાને ઝડપી લેવા પીઆઇ વી.કે.ખાંટ દ્વારા ટીમ બનાવી હતી જે દરમિયાન હત્યારા ગોપાલ મેટાલિયાને ગણતરીની કલાકોમાં જ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.