કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જન્મ-મરણ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વિકાસના કામોનું યોગ્ય આયોજન કરી શકાય.
કેન્દ્ર સરકાર હાલમાં કોઈ વ્યક્તિનાં 18 વર્ષના થવા પર આપોઆપ જ વોટર લિસ્ટમાં જોડાઈ જાય તેવી એક યોજના લાવવાની કવાયતમાં છે. જેને લઈ ખુદ કેન્દ્રીય ગૃહમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું કે, સરકાર જન્મ અને મૃત્યુ સંબંધિત ડેટાને મતદાર યાદી અને સમગ્ર વિકાસ પ્રક્રિયા સાથે જોડવા માટે સંસદમાં એક બિલ લાવવાની યોજના બનાવી રહી છે.
- Advertisement -
The Janganana Bhawan inaugurated in Delhi today is a towering symbol of PM @narendramodi Ji's commitment to accelerating development and strengthening democratic institutions.
It fulfils the demands of 21st-century census processes in terms of technology and other facilities. pic.twitter.com/zh7xy8Pcep
— Amit Shah (@AmitShah) May 22, 2023
- Advertisement -
ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની ઑફિસ, ‘જનગણના ભવન’નું ઉદ્ઘાટન કરતાં શાહે જણાવ્યું હતું કે. વસ્તી ગણતરી એવી પ્રક્રિયા છે જે વિકાસના એજન્ડાનો આધાર બનાવી શકે છે. તેમણે કહ્યું કે, ડિજિટલ, સંપૂર્ણ અને સચોટ વસ્તી ગણતરીના ડેટાના બહુ-પરિમાણીય લાભ થશે.વસ્તી ગણતરીના ડેટા પર આધારિત આયોજન એ સુનિશ્ચિત કરે છે કે વિકાસ ગરીબમાં ગરીબ સુધી પહોંચે. શાહે એમ પણ કહ્યું હતું કે, જન્મ-મરણ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વિકાસના કામોનું યોગ્ય આયોજન કરી શકાય.
Union Home Minister Amit Shah inaugurated Janganana Bhawan in Delhi. pic.twitter.com/h02Zp8JQBv
— ANI (@ANI) May 22, 2023
સંસદમાં રજૂ કરવામાં આવશે બિલ: અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, મરણ અને જન્મ નોંધણીને મતદાર યાદી સાથે જોડવા માટે સંસદમાં બિલ રજૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ જ્યારે વ્યક્તિ 18 વર્ષની થાય છે, ત્યારે તેનું નામ આપોઆપ મતદાર યાદીમાં સામેલ થઈ જશે. તેવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તે માહિતી આપમેળે ચૂંટણી પંચ પાસે જશે, જે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની પ્રક્રિયા શરૂ કરશે.
Along with the new Janganana Bhawan in Delhi, inaugurated a web portal for registrations of birth & death. A collection of census reports, an online sale portal of census reports and an upgraded version of the SRS mobile app equipped with a geofencing facility were also unveiled. pic.twitter.com/YBLfWCBSYG
— Amit Shah (@AmitShah) May 22, 2023
શું કહ્યું અધિકારીઓએ ?
આ તરફ સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ (RBD), 1969 માં સુધારો કરવા માટેનું બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જાહેર કરવા અને લોકોને સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ આપવા વગેરે સંબંધિત બાબતોને પણ સરળ બનાવશે.
આ સાથે અમિત શાહે જણાવ્યું હતું કે, જો જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વસ્તી ગણતરી વચ્ચેના સમયનો અંદાજ લગાવીને વિકાસના કામોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય છે. તેમણે કહ્યું કે અગાઉ વિકાસની પ્રક્રિયા ટુકડાઓમાં પૂર્ણ કરવામાં આવી હતી કારણ કે વિકાસ માટે પૂરતો ડેટા ઉપલબ્ધ ન હતો.