ખાસ-ખબર સંવાદદાતા
જાપાનમાં સહમતિથી શારીરિક સંબંધ બાંધવાની ઉંમર 13 વર્ષ હતી તે વધારીને 16 વર્ષ કરવામાં આવી છે. શુક્રવારે જાપાનની સંસદે સર્વ સંમતિથી યૌન અપરાધ કાનુનમાં ફેરફાર કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મરજીથી શારીરિક સંબંધ બાંધવાની ઉંમર દુનિયામાં સૌથી ઓછી હતી આથી તેમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ઉંમર ભારતમાં 18 વર્ષ, બ્રિટન અને જર્મનીમાં 16 અને ચીનમાં 14 વર્ષ છે. જાપાનની ઉપરની સંસદ દ્વારા કરવામાં આવેલો ઐતિહાસિક સુધારો બળાત્કારના ચાલતા કેસને પણ સ્પષ્ટ બનાવે છે. છેડતીને પણ અશ્ર્લિલતાની શ્રેણીમાં આવે છે.
- Advertisement -
માનવ અધિકારવાદીઓએ ઐતિહાસિક પગલું ગણાવીને આવકાર આપ્યો હતો. હવે સહમતિની ઉંમર સિવાયની કોઇ પણ પ્રકારની છેડતી બળાત્કારની શ્રેણીમાં ગણાશે. માનવઅધિકાર સંગઠનોનું માનવું હતું કે આ નવો સુધારો બાળકોની વિરુધ પુખ્તો દ્વારા થતી યૌન હિંસાને સ્વીકારતો નથી. નવી જોગવાઇ હેઠળ જો બંનેની ઉંમર 13 વર્ષથી વધુ હશે તો પાંચ વર્ષથી ઓછા કે પાંચ વર્ષથી વધુના અંતર વિરુધ કેસ ચલાવી શકાશે નહી.