ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31
બોમ્બે હાઈકોર્ટે ગુરૂવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના ગાઇડલાઈનનું કડકાઈથી પાલન કરવાનો નિર્દેશ કર્યો છે, જેમાં પ્લાસ્ટર ઑફ પેરિસ (POP)થી બનેલી મૂર્તિઓને જળાશયોમાં વિસર્જન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ આલોક અરાધે અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરની ખંડપીઠે એક જનહિતની અરજી પર સુનાવણી કરી હતી. તેઓએ બૃહ્નમુંબઈ મહાનગર પાલિકા (BMC) અને મહારાષ્ટ્રના અન્ય તમામ નિગમોને નિર્દેશ કર્યો છે કે, 1 અને 2 ફેબ્રુઆરીએ ઉજવાતા ’માઘી ગણેશ’ ઉત્સવ પહેલાં આ ગાઇડલાઈનનું પાલન સુનિશ્ચિત કરો.
કોર્ટ થાણે નિવાસી રોહિત જોશી અને માટીથી મૂર્તિ બનાવનાર 9 કારીગરો સહિત અન્ય તરફથી દાખલ એક જનહિતની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં સીપીસીબીના 2020ની ગાઇડલાઈનનું કડક પાલન કરાવવા વિનંતી કરવામાં આવી છે.
બીજીબાજુ પંજાબમાં જાલંધરના ડેપ્યુટી કમિશનર કમ-ડિસ્ટ્રિક્ટ મજીસ્ટ્રેટ ડો. હિમાંશુ અગ્રવાલે જિલ્લા પોલીસને જાલંધર જિલ્લામાં સ્થાપિત બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની મૂર્તિની સુકરક્ષા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અમૃતસરમાં આંબેડકરની મૂર્તિને નુકસાન પહોંચાડવાની હાલની ઘટનાને જોતા મેજિસ્ટ્રેટે પોલીસને સાવચેતીના પગલાં રૂપે જાલંધર જિલ્લામાં સતર્કતા વધારવાનો નિર્દેશ આપ્યો, જેથી તોફાની તત્ત્વોને આવી કોઈ હરકત કરવાથી રોકી શકાય.