નિર્દોષ યુવાન ભરત ચાવડાનો અણિયાળો સવાલ
ખાસ-ખબર સંવાદદાતા
બે દિવસ પહેલાં ‘ખાસ-ખબર’ દ્વારા પ્રકાશિત થયેલાં ઍક્સ્ક્લુઝિવ અહેવાલમાં ભરત ચાવડા નામનાં યુવાનને કલેકટરનાં લેટરહેડ પર મળતી ધમકીઓ અંગે વિસ્ફોટક વિગતો આપવામાં આવી હતી. ભરત ચાવડાએ અઝટઝ વિભાગમાં ચાલતાં બેફામ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે અને તેનાં કારણે સ્થાપિત હિતોએ એમનું જીવવું હરામ કરી નાખ્યું છે. આ મામલે હજુ અનેક સ્ફોટક વિગતો બહાર આવી રહી છે.
આ અંગે ભરતભાઈએ તા.26 સપ્ટેમ્બર 2022ના રોજ જિલ્લા પુરવઠા અધિકારી-રાજકોટને એક પત્રમાં જણાવ્યું છે કે, માન. મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય, ગાંધીનગરના તા. 12-07-22 તથા તા. 10-08-22ના પત્રોથી અરજદારશ્રી ભરતભાઈ લક્ષ્મણભાઈ ચાવડાની અરજી અત્રેને પ્રાપ્ત થયેલ છે, જે આપને વખતોવખત મોકલી આપવામાં આવેલ છે. આપના દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીનો અહેવાલ સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવા જણાવેલ છે પરંતુ આપના દ્વારા અરજદારશ્રીની રેશનકાર્ડમાં બોગસ ફીંગર પ્રિન્ટ કૌભાંડ બાબતે કાર્યવાહીનો વિગતવાર અહેવાલ પ્રાપ્ત થયેલ નથી. સબબ આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરી આપે કરેલ કાર્યવાહીનો અહેવાલ આજે જ સ્વાગત પોર્ટલ પર અપલોડ કરવા વિનંતી છે.
અનુસંધાન પાના નં. 3 પર
- Advertisement -
ભરત ચાવડાનાં જણાવ્યા મુજબ કલેક્ટર ઑફિસનાં પાંચથી છ ગઠિયાઓ આવી કૂપ્રવૃતિમાં માહેર
આ બાદ ભરતભાઈએ તા. 28 ડિસેમ્બર 2022ના રોજ રાજકોટ કલેક્ટર (સ્વાગત એકમ)ને લેખિત પત્રમાં રજૂઆત કરી હતી કે, મેં આપની સ્વાગત શાખામાં તા. 15-11-2022ના રોજ અરજી કરેલ છે જે અંગે આપના પત્રક્રમાંક નંબર સીએમસેલ જિલ્લા સ્વાગત- રજી. નં. 285/404344/22 તારીખ 17-11-2022નો પત્ર મને મળવામાં છે. જે અંગે જિલ્લા પુરવઠા શાખા કર્મચારીશ્રીઓના બચાવ માટે આપે તો મારી મુળ રજુઆત (રાજ્ય સ્વાગત / સી.એમ. ડેશબોર્ડ)ને બદલે જીલ્લા સ્વાગતમાં શા માટે તબદીલ કરી? શું આપના સ્વાગત એકમ (શાખા)ના અધિકારીશ્રી પુરવઠા શાખાના અધિકારી – કર્મચારીઓના બચાવ થાય તેવા પત્રો શા માટે લખે છે. ક્યા કારણોસર લખે છે? શું મારી મુળ રજુઆત સ્વાગત શાખામાં ફરજ બજાવતાં અધિકારીશ્રીએ ગંભીર કૃત્ય કરેલ હોઈ તેવું જણાઈ છે. તો આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા સારૂં મારી વિનંતી છે.
આ ઉપરાંત ભરતભાઈએ 15 સપ્ટેમ્બર 2022ના રોજ પણ રાજકોટ કલેક્ટરને કરેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, આપના દ્વારા છેલ્લાં ઘણાં મહિનાઓથી મને વગરવાંકે તમારા લેટરહેડ ઉપર લેખિત ધમકીઓ આપો છો, જે અંગે મને આપના દ્વારા આવી ધમકીઓ આપવાથી મારી કારકિર્દી ઉપર બહુ જ ઉંડી અસર થયેલ છે તેમજ હાલ હું માનસિક વ્યથા અનુભવું છું. આમ ઉપરોક્ત બાબતે આપની કચેરીના લેટરહેડ ઉપર મને મારા રહેણાંક ઉપર મળતી ધમકીથી પારિવારીક રીતે બહુ જ મુશ્કેલી પડેલ છે, જે મુશ્કેલીનો સામનો કરવા આપના દ્વારા મારી એક માંગણી સંતોષવામાં આવે તેવી મારી આપ મહે.સાહેબશ્રીને વિનંતી છે.
આ બાદ તા. 11 નવેમ્બર 2022ના રોજ પણ રાજકોટ કલેક્ટરને ભરતભાઈએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, મને આપ સાહેબશ્રીના નામે લેખિતમાં ધમકીભર્યા પત્રો મળેલ છે. જેનાથી મને બહુ જ મુશ્કેલી અને તકલીફ પડેલ છે તેમજ આર્થિક ભીંસમાં પણ સપડાઈ ગયેલ હોઈ જે અંગે આપ સાહેબશ્રીને ભારપૂર્વક કહેવાનું કે, આપે જે પત્રોની તપાસ કરાવેલ છે તે પત્રો અને કવરો મેં આપ સાહેબશ્રીના વ્હોટ્સએપ મોબાઈલ નંબર પર મોકલેલ છે. તેની જ તપાસ કરવામાં આવેલ છે. આ ઉપરાંત એપ્રિલ-2022થી ઓગસ્ટ 2022ના સમય ગાળા દરમિયાન મેં અસલ લેટરો / પત્રો આપ સાહેબશ્રીના પી.એ.ને આપેલ હતાં. તે પત્રો તેમણે આપશ્રીને જાણ કર્યા વગર બારોબાર ફાડીને ફેંકી દીધેલ હોઈ તેવું ફલિત થાય છે. તેમજ વિશેષમાં ઉક્ત સંદર્ભવાળાપત્રથી મામલતદારશ્રી રાજકોટ શહેર (પશ્ર્ચિમે) આપ સાહેબશ્રીને ગેરમાર્ગે દોરેલ છે. તેઓશ્રીએ તેમના ઉક્ત પત્રમાં શ્રી ભરત લખમણભાઈ ચાવડાની કોઈ રજુઆત અત્રેની સમક્ષ નથી તેવું જણાવેલ છે પરંતુ મેં આપ સાહેબશ્રીને નજીકના ભુતકાળમાં જ એક રજુઆત કરેલ હતી તે રજુઆત આપ સાહેબશ્રી તેમજ મામલતદારશ્રી રાજકોટ શહેર (પશ્ર્ચિમ)ની કચેરીમાં મોજુદ છે. તે મામલતદારશ્રી રાજકોટ શહેર (પશ્ર્ચિમે) આપ સાહેબથી કેમ છુપાવેલ છે? ક્યા સ્ટાફના બચાવ માટે હકીકત છુપાવેલ છે? તેની તપાસ કરી સસ્પેન્ડ જેવી કાયદેસર કાર્યવાહી કરવા મારી માગણી છે અને વિશેષમાં આપ સાહેબશ્રીના નામે કઈ કઈ જગ્યાએ અને ક્યા ક્યા અરજદાર / નાગરિકોને આપના નામે આવી ધમકીઓ મળેલ હશે? તે દિશામાં પણ આપ સાહેબશ્રીને તપાસ કરવી જરૂરી છે. આમ સાચી માહિતી છુપાવી તહોમતદારને બચાવવાનો પ્રયાસ મામલતદારશ્રી રાજકોટ શહેર (પશ્ર્ચિમ)એ કરેલ હોઈ તેવું સાબિત થાય છે. જે આપ સાહેબના ધ્યાને મૂકું છું. આથી આ અંગે કાર્યવાહી કરવા સારૂં.