આજે દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે એક ખૂણામાંથી સિમ કાર્ડ કેમ કપાયોલું હોય છે? જાણો…
મોબાઈલમાં સિમ કાર્ડ એક બાજુથી કપાયેલું હોય છે. આવું કેમ હોય છે શું તમે ક્યારેય એ વિચાર્યું? કદાચ નહીં વિચાર્યું હોય પરંતુ અમે તમને જણાવી દઈએ કે ભારત સહિત દુનિયાભરમાં ઘણી ટેલિકોમ કંપનીઓ છે. જે સિમ કાર્ડ બનાવે છે બધા સિમ કાર્ડ સાઈડથી કપાટેલા હોય છે. શરૂઆતમાં જ્યારે સિમ કાર્ડ ચલણમાં આવ્યા હતા ત્યારે આવું નહોતું. તે સાઈડથી કપાયેલા ન હતા.
- Advertisement -
જ્યારે સિમ કાર્ડ્સ મોબાઇલ ફોન માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા ત્યારે પણ તેમનો આકાર ખૂબ જ નોર્મલ અને ચોરસ હતો. બાદમાં તેને ખૂણામાંથી કાપવામાં આવ્યા. અહીં જાણો આવું કરવા પાછળનું કારણ શું છે.
સાઈડથી શા માટે કપાયેલું હોય છે સિમકાર્ડ?
થોડા વર્ષો પહેલા સિમ કાર્ડ પર કોઈ પણ પ્રકારનો કટ ન હતો. પરંતુ હવે દરેક સિમ કાર્ડમાં એક ખૂણા પર ત્રાંસી કટ હોય છે. તેની પાછળનું કારણ એ છે કે ચોરસ સિમ લગાવવાને કારણે મોબાઈલમાં સમસ્યા થતી હતી.
- Advertisement -
ઘણી વખત સિમ કાર્ડ ફોનમાં જ ફસાઈ જતું હતું. ઘણા લોકો એવા પણ હતા જેઓ મોબાઈલના સ્લોટમાં સિમ ઊંધુ મૂકી દેતા હતા અને બાદમાં તેને કાઢવામાં મુશ્કેલી પડતી હતી. જેના કારણે ઘણી વખત સિમની ચિપ પણ ખરાબ થઈ ગઈ હતી.
આ કારણે બદલી ડિઝાઈન
આ સમસ્યાને જોતા ટેલિકોમ કંપનીઓએ સિમ કાર્ડની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે. આડા કટની મદદથી સિમ કાર્ડ સરળતાથી ઇન્સર્ટ કરી શકાય છે. બાજુમાંથી કટ થયેલું સિમ આવવાનું શરૂ થતાં લોકો માટે તેને મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવાનું સરળ થઈ ગયું. જેના કારણે અન્ય ટેલિકોમ કંપનીઓએ પણ આ જ ડિઝાઈનમાં સિમ લોન્ચ કરવું પડ્યું હતું.
બીજી એક વાત જે બહુ ઓછા લોકો જાણતા હશે કે આપણા મોબાઈલના સિમમાં સોનાનો ઉપયોગ થાય છે. આ તેને સુરક્ષિત રાખે છે. સિમ પરની ચાંદીને ઓક્સિડાઇઝ કરીને પણ ઉપયોગમાં લેવાય છે.