1.74 લાખ પેન્ડિંગ કેસોમાંથી અડધા કેસ સૌરાષ્ટ્ર-કચ્છના જ
ક્ષ 2 કરોડથી વધુ વસ્તી, લાખો પેન્ડિંગ કેસો છતાં રાજકોટને ન્યાયિક બેન્ચ કેમ નહિ?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર-કચ્છના લોકો માટે હાઇકોર્ટ સુધી પહોંચવું આજે પણ મુશ્કેલ છે. અમદાવાદ સુધી 500-600 કિ.મી.નું અંતર કાપવું પડે છે, જે સમય અને ખર્ચ બંને દ્રષ્ટિએ ભારે પડે છે. હાલ ગુજરાત હાઇકોર્ટમાં 1.74 લાખથી વધુ કેસો પેન્ડિંગ છે, જેમાંથી અડધાથી વધુ કેસો સૌરાષ્ટ્ર-કચ્છના જ છે.
કોંગ્રેસે યાદ અપાવ્યું કે રાજકોટ ક્યારેક સૌરાષ્ટ્ર રાજ્યની હાઇકોર્ટનું પાટનગર હતું, પરંતુ ગુજરાત રાજ્ય રચાયા બાદ તેને અમદાવાદમાં મર્જ કરી દેવામાં આવી. ત્યારથી આજદિન સુધી અનેકવાર રજૂઆતો છતાં રાજકોટમાં સર્કિટ બેન્ચ સ્થાપવાનો પ્રસ્તાવ કેન્દ્ર સુધી પહોંચી શક્યો નથી.
હાલ દેશના અન્ય રાજ્યોમાં જોઈએ તો મહારાષ્ટ્રમાં પાંચ હાઇકોર્ટ બેન્ચો છે, આસામમાં પણ ચાર છે, ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છની 2 કરોડથી વધુ વસ્તી હોવા છતાં એક પણ બેન્ચ કેમ નહિ? કોંગ્રેસે ભાજપ સરકારને સીધો સવાલ કર્યો છે કે – “જ્યારે રાજ્ય અને કેન્દ્ર બંનેમાં ભાજપની સરકાર છે, ત્યારે વ્યાપક જનહિતના આ મુદ્દે ભાજપના ધારાસભ્યો અને સાંસદો ચૂપ કેમ છે? રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ તાત્કાલિક જાહેર કેમ ન કરવામાં આવે?” કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે લોકપ્રશ્નના આંદોલનમાં પક્ષ હંમેશા જનતાની સાથે રહેશે.
- Advertisement -
વર્તમાન પરિસ્થિતિ
સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 જિલ્લાઓ, 82 તાલુકા અને અંદાજિત 5,078 ગામડાઓ છે.
રાજકોટથી દ્વારકા, રજુલા અને કચ્છ પહોંચવા માટે 500-600 કિ.મી.નું અંતર કાપવું પડે છે.
ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસ: 1,74,093 (સિવિલ-ક્રિમિનલ), જેમાંથી લગભગ 45% કેસો સૌરાષ્ટ્ર-કચ્છના છે.
અન્ય રાજ્યોની સરખામણી: મહારાષ્ટ્રમાં 5 બેન્ચો છે, જ્યારે આસામમાં 4
બેન્ચો છે.