ગુનેગારોને તો ખુલ્લા પડવાના બદલે માહિતી છૂપાવવા PSOની રમત?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
રાજ્યમાં દરેક પોલીસ સ્ટેશન હવે આધુનિક યુગની સાથે સ્માર્ટ બનતા જઈ રહ્યા છે તેવામાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પણ કે પ્રકારે પોલીસ મથકને સ્માર્ટ બનાવાય છે તે પ્રકારે દરેક કામગીરી પણ સરળ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે જેને લઇ દરેક પોલીસ મથક ખાતે પી.એસ.ઓ ચાર્જ સંભાળતા પોલીસકર્મીને ફોન સુવિધા પણ આપવામાં આવ્યો છે. જેને લઇ મોટાભાગના ગુન્હાઓ બને તે પૂર્વે જ પોલીસને જન થાય અને મામલો અટકી શકે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ મથક ખાતે આપેલો ફોન માત્ર શોભાના ગાઠિયા સમાન હોય તેવું સામે આવ્યું છે કરણ કે અહી મોટાભાગે હાજર પી.એસ.ઓ મનફાવે તો ફોન ઉઠાવે છે નહિતર એક, બે અને ત્રણ એમ ફોનની ઘંટડી વાગ્યા જ કરે છે. જ્યારે ગત 28 નવેમ્બરના રોજ મૂળી પોલીસ મથક ખાતે ફરિયાદ અંગે માહિતી માટે પત્રકાર દ્વારા ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અનેક પ્રયત્ન બાદ અંતે પોતાના કામમાં વ્યસ્ત મૂળી પોલીસ મથકમાં પી.એસ.ઓનો ચાર્જ સંભાળનાર રણજીત બાવળિયા દ્વારા ફોન તો ઉઠાવ્યો પરંતુ પોતાની ફરજનું ભાન ભૂલી ગયા હતા. પત્રકારો સાથે કઈ પ્રકારે વાત કરવી અને ચોથી જાગીર ગણાતા પત્રકારોને માહિતી આપવાથી ઈનકાર કરી પોતાના ફરિયાદની માહિતી છૂપાવી હતી.
- Advertisement -
હવે સ્વાભાવિક રીતે કોઈપણ મહિલા સબંધિત ગુન્હામાં ઓનલાઇન એફ.આઇ.આર જોઈ સકતી નથી જેથી મહિલાનું નામ ગુપ્ત રહી શકે પરંતુ આ ફરિયાદમાં આરોપી દર્શાવેલ ઇસમોને તો ખુલ્લા પાડવા તે પોલીસ અને પ્રતકરોની ફરજ છે છતાં પણ મૂળી પી.એસ.ઓ રણજીત બાવળિયા દ્વારા જોઈ જાણીને તમામ વિગતો ગુપ્ત રાખી આરોપીને એક પ્રકારે છાવરવાનો પ્રયાસ થતો હસે ? જોકે પી.એસ.ઓ દ્વારા જે પ્રકારે ફરિયાદની માહિતી છૂપાવી તે બાદ મૂળી પી.એસ.આઇ નરેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પત્રકારને પૂર્ણરૂપે માહિતી આપી હતી. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં રણજીત બાવળિયાની માફક કેટલાક પોલીસ કર્મચારીઓ ગુન્હેગારોને છુપાવવાના વલણથી જ આજે જિલ્લામાં ગુન્હાખોરી વધતી જઈ રહી છે તેવું સ્પષ્ટ રીતે સાબિત થાય છે.