હાલમાં જ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પોતાના પુસ્તક વાઇ ભારત મેટર્સનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, વર્ષ 2024માં સમગ્ર વિશ્વમાં ઉથલ-પાથલ જોવા મળશે, પરંતુ ભારત પડકારોનો સામનો કરવામાં રાજનૈતિક અને આર્થિક રૂપથી સારી સ્થિતિમાં છે. કોવિડ-19ના દરમ્યાન ભારતને દુનિયાએ નબળું સમજ્યુ, પંરતુ ભારત બીજા દેશોની તુલનામાં સ્વાસ્થ્ય વિકાસ દરની સાથે મહામારીથી બહાર નિકળી શક્યું છે.
Contributing to a national conversation on foreign policy.
- Advertisement -
Signed some copies of #WhyBharatMatters. pic.twitter.com/SrGLCkt5Df
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 3, 2024
- Advertisement -
ભારત 2024માં પણ આત્મવિશ્વાસથી ભરપૂર હશે
જયશંકરે પોતાના પુસ્તકમાં રામાયણનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ભગવાન રામ-લક્ષ્મણ અને હનુમાનના માધ્યમથી ભારતના ઉત્થાનનું વર્ણન કર્યું છે. 2024નું વર્ષ ઘણું અજંપાભર્યુ રહેશે. 2023ના કેટલીય મહત્વની બાબતે 2024ને પણ પ્રભાવિત કરશે. જો કે, ભારતે આ વર્ષ પણ આત્મવિશ્વાસથી ભરપૂર હશે. આપણે જોવું પડશે કે આજે આપણે ક્યાં છીએ. અમે રાજનૈતિક રૂપ અને આર્થિક રૂપને ધ્યાનમાં રાખવું પડશે. આપણે વધા વિકલ્પો પર ધ્યાન આપીને સમજવું પડશે કે આપણી ક્ષમતાઓ બધા ક્ષેત્રોમાં ઘણી વધારે છે.
અમેરિકાને લઇને નેહરૂ સ્પષ્ટ નહોતા
વિદેશ મંત્રીએ પ્રથમ વડાપ્રધાન નેહરૂનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેમણે બધા મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો. પત્રમાં નેહરૂએ કહ્યું કે, પહેલા ચીનને સુરક્ષા પરિષદમાં જગ્યા આપી. 1962માં ચીનની સાથેના યુદ્ધ પછી નેહરૂ અમેરિકા પાસેથી મદદ લેવા માટે સંકોચ અનુભવી રહ્યા હતા. નેહરૂ અમેરિકાને લઇને અસ્પષ્ટ હતા. નેહરૂએ આ વિદેશી નીતિ પર સરદાર પટેલને કહ્યું હતું કે, અમે અમેરિકા પ્રત્યે આટલા અવિશ્વાસી કેમ છીએ, આપણે અમેરિકાને પોતાના મિત્ર માનવા જોઇએ.
A conversation with @samirsaran https://t.co/9ZwiAXmf0k
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 3, 2024
કોરોના મહામારી સાથે લડત આપી
તેમણે વધુમાં કહ્યું કે, કોરોના મહામારી વખતી આ ઘટના છે, જે હું ક્યારેય નહીં ભૂલું. જી-20 વર્ચ્યુઅલ સંમેલ્લન દરમ્યાન વિશ્વ બેંકના પ્રમુખે કહ્યું હતું કે, ભારત એક મોટી સમસ્યા બની શકે છે. ભારત કોરોના મહામારી સામે લડી રહ્યું હતું. પરંતુ આજે જુઓ આપણે ક્યાં છીએ. મહામારીથી સફળાપૂર્વક બહાર નિકળવા માટેનું મુખ્ય કારણ 7.7 ટકા વિકાસ દર છે. કોવિડ-19ના દરમ્યાન ભારતને દુનિયાએ નબળું સમજ્યુ, પંરતુ ભારત બીજા દેશોની તુલનામાં સ્વાસ્થ્ય વિકાસ દરની સાથે મહામારીથી બહાર નિકળી શક્યું છે.