BCCI ના નવા અધ્યક્ષ પદ પર હવે કોણ બેસશે આ પ્રશ્ન પર દરેક લોકો ચર્ચા કરી રહ્યા છે. હાલ આ રેસમાં બે નામ મોખરે છે અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
હાલમાં BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી છે પણ એમનું અધ્યક્ષ પદ બસ થોડા દિવસો માટે જ બચ્યું છે એવી વાતો ચાલી રહી છે. જણાવી દઈએ કે BCCIને હવે નવા અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે અને જલ્દી જ BCCI ના દરેક પદ માટે ફરી ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ એમ પણ માહિતી મળી છે કે સૌરવ ગાંગુલી આ વખતે આ પદ માટે દાવેદાર નહીં બની શકે. આ બધી વાતો વચ્ચે BCCI ના નવા પ્રમુખ કોણ હશે તે વિશે દરેક લોકો ચર્ચા કરી રહ્યા છે અને આ બધા વચ્ચે અટકળોનું બજાર પણ ગરમ છે. BCCI ના નવા અધ્યક્ષ પદ પર હવે કોણ બેસશે આ પ્રશ્ન પર દરેક લોકો ચર્ચા કરી રહ્યા છે. હાલ આ રેસમાં બે નામ મોખરે છે અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
- Advertisement -
18 ઓકટોબરના મળશે BCCI ને નવો બોસ
જણાવી દઈએ ક BCCI અધ્યક્ષ પદ માટે 18 ઓક્ટોબરે ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. ચૂંટણી પહેલા 11 અને 12 ઓક્ટોબરના રોજ દાવેદારોનું નામાંકન થશે અને 13 ઓકટોબરના રોજ એ નામાંકનની જાંચ થશે. આ સાથે એક રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCI વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલી ફરી પાછા અધ્યક્ષ બનવાના મૂડમાં નથી. આ સાથે જ BCCI સચિવ જય શાહ પણ અધ્યક્ષ બનવાની રેસમાં નથી. હાલ અધ્યક્ષ પદ માટે બે દાવેદાર છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી રોજર બિન્નીના નામો હાલ સામે આવી રહ્યા છે.
કોણ બનશે BCCIના નવા અધ્યક્ષ
રોજર બિન્ની કપિલ દેવની કપ્તાનીમાં 1983માં પ્રથમ ODI વર્લ્ડ કપ જીતનાર ટીમના સભ્ય રહી ચૂક્યા છે અને તેમનો પુત્ર સ્ટુઅર્ટ બિન્ની પણ ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યો છે. જો રાજીવ શુક્લાની વાત કરીએ તો તેઓ હાલમાં ઉપાધ્યક્ષ છે અને લાંબા સમયથી BCCI સાથે જોડાયેલા છે. આ સાથે જ રાજીવ શુક્લા કોંગ્રેસના એક મજબૂત નેતા છે. જણાવી દઈએ કે આ બેમાંથી કોઈ એક 18 ઓકટોબર પછી BCCIનો નવો બોસ બની શકે છે. સાથે જ બંનેમાંથી એકને IPLનો અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.