ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
શહેરમાં ઘણા વર્ષોથી લાતીપ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં પહેલા જ વરસાદે મોટા ગાબડા તેમજ ગંદકીના સામ્રાજ્યમાં ફરી વળતું શહેર એટલે મોરબી સૌથી વધુ ટેક્ષ સરકારને આપતું શહેર આજ નર્કના દ્વારે ઉભું છે સામન્ય વરસાદમાં લાતી પ્લોટના અનેક વિસ્તાર માં પાણી કીચડ તેમજ ગંદકી ના દ્રશ્યો જોવા મળ્યા તદુપરાંત આ વિસ્તાર એક ઔધોગિક વિસ્તાર છે માત્ર માલ સમાન ની ગાડીઓ પણ કીચડમાં ઘુસી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા એટલુંજ નહિ ગાડીઓને કાઢવા ક્રેન પણ કીચડમાં ગરકાવ થઈ ગઈ હોવાની જાણ ઉદ્યોગકારો વેપારીઓ એ સોસીયલ મીડિયા ના માધ્યમ થી લોકોને કરી ત્યારે પ્રશ્ન એ થાય છે કે મનપા બની ગયા બાદ પણ શહેરના લાતી પ્લોટની પરી સ્થિતિમાં કોઈ સુધાર નહિ હજુ તો શરૂઆત ચોમાસા ની થઈ છે ત્યારે જ રસ્તા પર પાણી કીચડ બાઇક સ્લીપ થવાના બનાવો સામે આવ્યા આગામી દિવસોમાં વાહનચાલક તેમજ ઉદ્યોગકારો કે કેવી સ્થિતિનો સામનો કરવો પડશે તે તો કલ્પના બહારની વાત છે.
મોરબી શહેરમાં શરૂઆત થી જ રાજકીય પક્ષોની ખેંચતાણમાં પ્રજા હંમેશા પીસાતી રહી છે વર્ષો જૂનો પ્રશ્ન લાતીપ્લોટ જે વિસ્તારમાં વર્ષો પહેલા ઓરેવા ગ્રુપ દ્વારા ઘડિયાળ નું કારખાનું કરવામાં આવ્યું હતું ત્યાંર બાદ એક બાદ એક ઘડિયાળ ના કારખના સ્થાપિત થયા ઉદ્યોગકારોએ મહિલાઓને લાખોની રોજગારી આપી પરંતુ અહીં રાજકીય આગેવાનો એ ખેંચતાણ ના કારણે ક્યારેય વિકાસ જ ન કર્યો અને નર્ક ના દ્વાર સુધી લઈ ગયા છે હાલતો ઉદ્યોગકારો સામન્ય વરસાદના કારણે પોતાના કારખના એકમ ખોલી નથી શકતા કારણકે વરસાદી પાણી ફેક્ટરી માં ઘુસી ગયા છે ત્યારે વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળી રહ્યું છે તો આગામી દિવસોમાં લાતી પ્લોટ વિસ્તારના ઉદ્યોગકારો અન્ય જગ્યા એ પોતાના એકમને સ્થાન આપશે અને રાજકીય પક્ષને નિહાકો આપશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી