રાજભારતી બાપુ આપઘાત મામલે અનેક સવાલો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઝાંઝરડા પાસે આવેલ ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુની મહિલા સાથેની ઓડીઓ – વિડિઓ એન એક ચિઠ્ઠી વાઇરલ થતા રાજ ભારતી બાપુએ ગઈકાલ ખડીયા પાસે વાડી વિસ્તારમાં પોતાની સર્વિસ રિવોલ્વોર માંથી માથાના ભાગે ગોળી મારી આપઘાત કરી લેતા સાધુ સંતો સહીત માં ઘેરો શોક ફેલાયો હતો આજે રાજ ભારતી બાપુને ગિરનાર સંતો મહંતોની ઉપસ્થિતિ માં ઝાંઝરડા પાસે આવેલ ખેતલીયા દાદા ના મંદિર ખાતે તેમેને સમાધિ આપવામાં આવી હતી.
- Advertisement -
ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુના આપઘાત બાદ અનેક સવાલો ઉભા થયા છે રાજ ભારતી બાપુ પૂર્વાશ્રમમાં મુસ્લિમ પરિવાર માં જન્મ્યા હતા અને ત્યાર બાદ તેઓ હિંદુ સંપ્રદાયમ જોડાઈ ને સાધુ બન્યા હતા તેવી વિગત બહાર આવી હતી આજથી દશ વર્ષ પેહલા તેમના ગુરુ ભાઈ રામ ભારતી ની જમીન મામલે હત્યા થઈ હતી અને ત્યાર બાદ ખેતલીયા દાદા ની જગ્યાના મહંત તરીકે રાજ ભારતી કાર્યભાળ સાંભળતા હતા હાલ તો પોલીસે આપઘાત નો ગુનોહ નોંધી તપાસ હાથ ધરી છે.
રાજ ભારતી બાપુને આપઘાત કરવા પાછળના અનેક સવાલો ઉભા થયા છે રાજ ભારતી બાપુના મહિલા સાથેની ઓડીઓ કલીપ સાથે વિડિઓ અને એક ચીઠી વાયરલ કરનાર કોણ ? રાજ ભારતી સાથે મોબાઈલ પર વાત કરનાર મહિલા કોણ આવા અનેક સવાલો લોકો માંથી ઉઠી રહ્યા છે બાપુના આપઘાત મામલે હજુ સુધી કોઈ નિસપક્ષક તપાસની માંગણી કરી નથી પોલીસના જણાવ્યા અનુસાર હાલ આપઘાત નો ગુનોહ નોંધી વધુ તપાસ ચાલી રહી છે.
બાપુ વિશે વાયરલ થયેલી ચિઠ્ઠીનાં અંશ
શ્રી ખેતલીયા દાદા આશ્રમ મંદિર જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા ગામમાં આવેલ છે જે પવિત્ર નાગદેવતાનું મંદિર છે. જે હાલ મહંત તરીકે બ્રહ્મચારી રામ કૃષ્ણનંદ ગુરૂમુકુંદનંદ (રાજ ભારતીબાપુ) જે છેલ્લા 10 વર્ષથી આ આશ્રમમાં મહંત તરીકે રહે છે. તાજેતરમાં જાણવા મળ્યુ છે કે, તેઓ જાતે મુસ્લિમ છે અને તેમનું સાચુ નામ ઉજફા છે હિન્દુ ધર્મના સાધુ તરીકે લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે. અને આ પત્રમાં તેમને બધા પુરાવાઓ મોકલવાનો પ્રયત્નો કર્યો છે જેમાં બાપુ હકિકતમાં શુ છે તે આપ જાણી શકશો. જોઇને વિશ્ર્વાસ નહીં થાય કેમ કે, આપણા સમાજમાં સાધુનું સ્થાન ભગવાન પછીનું હોય છે. જેના માટે આપણે કંઇ પણ કરવા તૈયાર થઇ જઇએ છીએ. આપણા સમાજમાં એવી કહેવત છે કે, પહેલા સાધુને જમાડે પછી દીકરાને આનાથી વિશેષ સાધુ માટે શુ કેવું અને બાપુએ આ વાતનો જ ફાયદો ઉપાડી આપણા ભોળા તેમજ લાગણીશીલ સમાજને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્ય છે તેમજ દુરૂપયોગ કરી વિશ્ર્વાસઘાત કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં રાજ ભારતી બાપુએ કોઇપણ સમાજલક્ષી કાર્ય કરેલ નથી અને પોતાના સ્વાર્થ માટે પોતે બિલ્ડર બની ગયા છે. છેલ્લા 10 વર્ષમાં પૂ.રામબાપુએ બનાવેલી શાળા અને બે હોસ્ટેલ પણ વેચી નાખી છે પોતાના સ્વાર્થ માટે હવે તમે જ વિચારો, રામબાપુએ હંમેશા સમાજ માટે જ કામ કર્યા છે. જયારે રાજબાપુએ હમેશા પોતાના સ્વાર્થ માટે તો આશ્રમમાં રામબાપુની જગ્યા રાજભારતી બાપુ શું કરે છે ? આપણે ત્યાં બ્રહ્મચારી સાધુને કોઇ મહિલા સાથે એકાંતમાં વાત કરવાની પણ મનાઇ હોય છે ત્યાં રાજભારતી બાપુના અનેક મહિલાઓ સાથે નજાઝાયઝ સબંધ છે, જે એક સાધુી ગરિમાને બદામ કરવાનું કામ કર્યુ છે. સંપૂર્ણ સાધુ સમાજને લાંછન કગાડયુ છે. જે એક સામાન્ય માણસ પણ ના કરી શકે એ રાજભારતી બાપુએ કામ કર્યુ છે. જેના પુરાવા તરીકે હુ તમને રાજભારતી બાપુના ફોમાંથી થયેલ રીચાર્જના બીલ મોકલુ છુ. કોઇ એક સાધુ એક કરતા વધારે મહિલાના મોબાઇલમાં રીચાર્જ કયારે કરે ?? અને સામાન્ય રીતે રીચાર્જનો સમય રાત્રે અને વ્હેલી સવારનો છે ! આનો મતલબ શું થાઇ ? એનો જવાબ સારી રીતે ખબર છે. આવા આ ચિઠ્ઠીમાં અનેક બાપુની વાતચીત રજુ કરી હતી.