14 વર્ષીય બાળક કેરન કાઝીને એલન મસ્કની કંપની SpaceXએ જોબની ઓફર આપી છે. કોણ છે આ ટેલેન્ટેડ અને ભાગ્યશાળી બાળક?
કેરન કાઝી એક એવું પ્રતિભાશાળી બાળક છે કે જેના ટેલેન્ટને જાણીને ખુદ એલન મસ્કની કંપની SpaceXએ કેરનને સોફ્ટવેર ઈન્જીનિયરની પોઝિશન ઓફર કરી છે. ટૂંક જ સમયમાં કેરન કંપની જોઈન પણ કરવાનાં છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
14 વર્ષની ઉંમરમાં મેળવી મોટી સફળતા
તેમણે પોતાની એક લિંક્ડઈન પોસ્ટમાં આ જોબ ઓફર અંગે જાણકારી આપી હતી. કેરને કહ્યું કે હું સ્ટારલિંકની ઈન્જીનિયર ટીમમાં સોફ્ટવેર ઈન્જીનિયર તરીકે જોઈન થવા જઈ રહ્યો છું જે ધરતી પરની સૌથી સારી કંપની માનવામાં આવે છે. કેરન ટૂંક જ સમયમાં ક્લારા યૂનિવર્સિટીની ઈન્જીનિયરીંગ સ્કૂલમાંથી ગ્રેજ્યૂએટ થઈ જશે જે બાદ તે સ્પેસએક્સ જોઈન કરશે. સ્ટારલિંક એ સ્પેસએક્સની એક સેટેલાઈટ ઈંટરનેટ સર્વિસ છે.
નાની ઉંમરથી જ હતાં સ્માર્ટ
કેરન જ્યારે 2 વર્ષનાં હતાં ત્યારે જ તેના માતા-પિતાને તેના ટેલેન્ટની ઓળખ થઈ ગઈ હતી. કેરન નાની ઉંમરમાં જ આખું વાક્ય એકસાથે બોલી લેતાં હતાં. પોતાનાં સ્કૂલમાં ટીચર્સને સવારે રેડિયો પર સાંભળેલ તમામ સમાચાર સંભળાવતો હતો. તેમની LinkedIn પોસ્ટ પરથી જાણવા મળ્યું કે 9 વર્ષની ઉંમરમાં જ તેમણે Intel Labs સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં મળેલી આ મોટી તક બદલ તેમણે પોતાના મેન્ટર્સ અને પરિવારજનો મિત્રોનો આભાર માન્યો હતો.