ઈન્ડિયન મેડિકલ એસો.ની ટેકનિકલ ટીમ અને બીજા અન્ય લોકો સામે શંકાની સોય
સરોજ ડોડીયા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ હતી, તો સરોજ ડોડીયાએ 12 પાસ બાદ નર્સિંગ કોર્સ કર્યો હતો
ગર્ભ પરીક્ષણ કરીને રૂપિયા 20 હજારથી 16 હજાર લેવામાં આવતા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આવાસ યોજના ના ક્વાટર માં ચાલતું હતું ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ જેમાં રાજકોટ એસઓજી પોલીસે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર કૌંભાડનો પર્દાફાશ કર્યો હતો. હોમકેર નર્સિંગના નામે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમા સરોજ ડોડીયા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ હતી, તો સરોજ ડોડીયાએ 12 પાસ બાદ નર્સિંગ કોર્સ કર્યો હતો. ગ્રાહકો શોધવા મહિલા દલાલો પણ રાખ્યા હતા અગાઉ પણ આ રીતે સરોજ ડોડીયા ઝડપાઈ ચૂકી છે ગર્ભ પરીક્ષણ કરીને રૂપિયા 20 હજારથી 16 હજાર લેવામાં આવતા હતા. એજન્ટ મારફત જ સરોજ ડોડિયા ગર્ભ પરીક્ષણ કરતી હતી.
આરોપી મહિલા અગાઉ 2021માં પણ પકડાઈ ચૂકી છે અને છ મહિના જેલમાં રહી ચૂકી છે. આ સોનોગ્રાફી મશીન માત્ર ડોક્ટર અને તે પણ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) સાથે જોડાયેલા હોય તેવા ડોક્ટરને જ અનેક પ્રક્રિયામાંથી પસાર થયા બાદ મળી શકે તેમ હોવા છતાં ધો.12 પાસ સરોજ પાસે આ મશીન કેવી રીતે આવ્યું તે દિશામાં તપાસ કરાતાં આ મશીન આપવામાં રાજકોટના ડો.ટોળિયાની ભૂંડી ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
મશીન ને સ્થળ પાર લાગવા માટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ના ટેકનિકલ વ્યક્તિ જ લગાવી શકે છે તો આ મશીન આવાસ યોજના ના ફ્લેટ માં કઈ રીતે લાગ્યું એ મોટો પ્રશ્ન છે શું આની પાછળ પણ ડોકટર અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ના ટેક્નિકલ લોકો ની પણ મિલી ભગત હોઈ શકે છે
એસઓજીની ટીમે દરોડો પાડીને રૂપિયા 4 લાખનું સોનોગ્રાફી મશીન અને જેલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે આ મશીન કઈ રીતે સીતાજી ટાઉન શિપના ઈ વિન્ગ ના ચોથા મળે કઈ રીતે પ્હોંચીયું તેના થી રહેવાસીઓ પણ અજાણ છે. આ મશીન સીતાજી ટાઉન શિપ સુધી પ્હોંચીયું એમાં 1 થી વધુ ડોક્ટર નો હાથ હોઈ શકે છે અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ટેકનિકલ ટીમ અને બીજા અન્ય લોકો ની પણ સંડોવણી સામે આવી શકે છે.