મોર્નિંગ મંત્ર ગ્રુપના એક સભ્ય વોટ્સએપ મેસેજ દ્વારા એમના મનમાં રહેતી શંકા રજૂ કરે છે
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
– ડૉ.શરદ ઠાકર
“જો તપ દ્વારા, સિદ્ધયોગની સાધના દ્વારા, કુંડલિની જાગરણની ક્રિયા દ્વારા ભૂતકાળમાં કરેલાં કર્મો બળી જતા હોય તો ભગવાન શ્રી રામને જીવનમાં આટલાં બધાં કષ્ટો શા માટે સહેવા પડ્યાં? ભગવાન શિવજીએ સતીનું અગ્નિસ્નાન શા માટે જોવું પડ્યું, શ્રી રામકૃષ્ણ પરમહંસ કે પૂ.શ્રી ડોંગરેજી મહારાજ જેવા મહાપુરુષોને અંતકાળે અસહ્ય વ્યાધિ શા માટે વેઠવી પડી?”
ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, “આત્મા શરીરમાં વશે છે, છતાંય શરીરને શું થાય છે તેની સાથે તેને નિસ્બત નથી. જ્ઞાની અથવા યોગી, જે બ્રહ્મમાં સ્થિત હોય છે તે પોતાનાં કર્મથી બંધાતા નથી. જેને સત્યનું જ્ઞાન થયું છે, જેનો અહંકાર ભસ્મીભૂત થયો છે. તે પોતાના કર્મથી બંધાતો નથી.”
- Advertisement -
દુન્યવી દૃષ્ટાંત આપીને સમજાવું તો કોઈ દુષ્ટ માણસ કોઈનું ખૂન કરે છે ત્યારે કાયદા અનુસાર તેને ફાંસી અથવા જનમટીપની સજા અવશ્ય મળે છે. આ તેનું કર્મફળ છે. પરંતુ જ્યારે તે પોતાના ગુનાનો એકરાર કરીને ભારતના રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી રજૂ કરે છે ત્યારે તેના ભૂતકાળનો ઇતિહાસ ચકાસીને રાષ્ટ્રપતિ નક્કી કરે છે કે તેની ફાંસીની સજા ચાલુ રાખવી અથવા રદ કરવી. આપણાં કર્મફળોનો આખરી નિર્ણય લેનાર પરમસત્તા એટલે જ પરમેશ્વર. કાયદા અનુસાર, શાસ્ત્રો અનુસાર આપણા સારા કે ખરાબ કર્મોનું ફળ આપણને મળે જ છે, પરંતુ કોઈ પણ જન્મમાં, કોઈ પણ ઉંમરે જો આપણે જિંદગીનું વહેણ બદલીને પવિત્ર જીવન જીવવા માંડીએ અને સાચા દિલથી મનને આત્મા સાથે જોડીને સિદ્ધયોગની સાધના કરીએ તો આપણાં કર્મફળોમાંથી અચૂક બચી જવાય છે.
જેને સત્યનું જ્ઞાન થયું છે, જેનો અહંકાર ભસ્મીભૂત થયો છે.