મહેશગિરિ બાપુના લેટર બૉમ્બથી સાધુ – સંતો અને તંત્ર સ્તબ્ધ
ભાજપ, તત્કાલીન બે કલેકટર અને સંતોને 8 કરોડ આપ્યાનો પત્ર જાહેર થતા ખળભળાટ
ભાજપ અને તંત્રની ભવનાથ મંદિરમાં દરમિયાનગીરીથી લોકોમાં કચવાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ગિરનાર શક્તિ પીઠ અંબાજી મંદિર, દત્ત શિખર અને ભીડભંજન મહેદવ મંદિર જગ્યાના મહંત મનસુખગીરી બાપુ દેવલોક પામ્યા બાદ જગ્યાના ગાદીપતિનો વિવાદ દિવસે દિવસે વધુ વકર્યો છે.એવા સમયે કમંડલ કુંડના મહંત મહેશગીરી બાપુએ શ્રી પંચ દશનામ જુના અખાડાનો એક કથિત પત્ર જાહેર કરતા ભાજપ, સાધુ – સંતો અને તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.જેમાં બાપુએ સીધો આક્ષેપ કર્યો છે કે, ભવનાથ મંદિર કબ્જે કરવા હરીગીરી બાપુએ ભાજપને પાર્ટી ફંડ પેટે 5 કરોડ અને તત્કાલીન બે કલેકટરને રૂં 50 – 50 લાખ આપ્યાની સાથે ભવનાથ ક્ષેત્રના અન્ય સંતો મળીના કુલ રૂ.8 કરોડ આપ્યાનો દાવો કરતા સંત સમાજમાં ભારે ચર્ચા જાગી છે.જયારે આ લેટર બોંબ જાહેર થતા ભદ્ર સમાજમાં એવું ચર્ચાય રહ્યું છે કે, જૂનાગઢ ગિરનારની પાવન ભૂમિના ધર્મ સ્થાનોના સોદાગર કોણ? અખાડા પરિષદના મહામંત્રી અને જુના અખાડાના સંરક્ષક તથા ભવનાથના મહંત હરિગીરીની સહીવાળો શ્રી પંચ દશનામ જુના અખાડાનો પત્ર ભૂતનાથના મહંત મહેશગીરીએ જાહેર કર્યો છે. પત્રમાં કથિતપણે હરિગીરીના લખ્યા મુજબ, મહંત હરીગીરી ગુરૂ દત્તાત્રેયગીરી ભવનાથ મંદિરને અખાડામાં સામેલ કરવા માટે હરીગીરીના નામ જોગ કલેકટરઅને મહમંડલેશ્ર્વર ભારતીબાપુ, ઇન્દ્રભારથી, મહાદેવગીરી, મુકતાનંદગીરી સહિતનાઓએ મળી ભવનાથ મંદિરનો કબ્જો ભોગવટો મને સોંપવા માટે સહયોગ આપ્યો છે તે માટે મારા પાસે રહેલા નાણાંમાંથી તમામને આપ્યા છે. મારો કાયમી હુકમ કલેકટર કરી દેશે ત્યારે ભવનાથ મંદિર મારી માલિકીનું થઇ જશે.
સાધુઓના વિવાદે અનેક રહસ્યો ખુલ્લા પાડયા છે. રાજકારણીઓને પણ શરમાવે તેવા કૃત્ય અને કાંડ સામે આવતા વધુ એકવાર ધર્મને લાંછન લાગે તેવી ઘટના બની રહી છે. ભૂતનાથના મહંત બનવા માટે ભાજપ, સાધુ-સંતોને નાણાં આપવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેથી ચકચાર મચી ગઇ છે.
કોને કેટલા રૂપિયા આપ્યા એનો રકમ સાથે પત્રમાં ઉલ્લેખ
- Advertisement -
ભારતનીય જનતા પાર્ટીને 5 કરોડ રૂપિયાનું ફંડ
કલેકટર આલોકકુમાર પાંડેને રૂા.50 લાખ
કલેકટર રાહુલ ગુપ્તાને રૂા.50 લાખ
મહામંડલેશ્ર્વર વિશ્ર્વંભર ભારતીબાપુને રૂા.50 લાખ
સિદ્ધેશ્ર્વરગીરી મહંતને રૂા.25 લાખ
મહાદેવગીરીને રૂા.25 લાખ
મુકતાનંદગીરીબાપુ કમંડલકુંડ મહંતને રૂા.25 લાખ
શિવ ધૂણાવાળા મહંતને રૂા.15 લાખ
સેવાદેવી પુનિતાચાર્યને રૂા.15 લાખ
જયશ્રીગીરી ગુરૂ મહંત હરિગીરી મહામંડલેશ્ર્વરને રૂા.25 લાખ