વનકર્મીઓનું દિલધડક રેસ્કયું, સિંહણનો જીવ બચાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલીના માળીલા ગામમાં સિંહણ ખુલ્લા કૂવામાં ખાબકી હોવાની ધટના બની હતી. માળીલા ગામના રામજીભાઇ ચોવટીયાની વાડીના ખુલ્લા કૂવામાં સિંહણ ખાબકી હતી. અહીં નીલગાયનો શિકાર કરવા જતા સિંહણ ખુલ્લા કૂવામાં ખાબકી હતી. આ ધટનાને લઇ સ્થાનિકોએ વનવિભાગને જાણ કરવામા આવી હતી. જે બાદ લિલિયા રેન્જ ઇન્ચાર્જ આર.એફ.ઓ નિલેશ વેગડાની ટીમ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી. અને ખુલ્લા કૂવામાંથી સિંહણને બહાર કાઢવા માટે રેસ્કયું કરવામાં આવ્યું હતું. વનકર્મીઓએ પહેલા પાંજરાને દોરડાથી બાંધી કૂવામાં ઉતાર્યું. અને જીવના જોખમે વનકર્મીઓએ ઘાયલ સીંહણને પાંજરામાં પુરી સફળતાં મળી હતી. દોરડા મારફતે સિંહણને કૂવામાંથી ઉપર ખેંચી લીધી હતી. ઘાયલ સિંહણને જીવિત બહાર કાઢવામાં વનવિભાગને સફળતા મળી હતી.



