વર્ષ 2024માં ઘણા ભારતીય સેલિબ્રિટી કપલના સંબંધોનો અંત આવ્યો. કેટલાક સેલિબ્રિટીના છૂટાછેડા (Indian Celebrities Divorces) લગ્નના થોડા જ વર્ષોમાં થઈ ગયા, તો કેટલાકે લગ્નના 25-30 વર્ષ સાથે વિતાવ્યા પછી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો.
સેલિબ્રિટી કપલના છૂટાછેડા
આ વર્ષે, ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ટીવી જગતના ઘણા પ્રખ્યાત સેલિબ્રિટી કપલના (Indian Celebrities Divorces) સંબંધો તૂટી ગયા. આ વર્ષ તેમના માટે ખૂબ જ પડકારજનક સાબિત થયું, કારણ કે ઘણા પ્રખ્યાત કપલે તેમના સંબંધોને સમાપ્ત કરવાના નિર્ણય લીધા હતા. આમાંથી કેટલાક સેલિબ્રિટીના છૂટાછેડા લગ્નના થોડા જ વર્ષોમાં થઈ ગયા, તો કેટલાકે લગ્નના 25-30 વર્ષ સાથે વિતાવ્યા પછી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. આ સેલિબ્રિટીના છૂટાછેડા થી માત્ર તેમના ચાહકોને જ ઝટકો નથી લાગ્યો પણ મીડિયામાં પણ તેઓ ચર્ચામાં રહ્યા. આ સંબંધો તૂટવા પાછળ કેટલાય કારણો રહ્યા. ચાલો જાણીએ કયા એ સેલિબ્રિટીઝ છે જેમના આ વર્ષે છૂટાછેડા થયા.
- Advertisement -
એઆર રહેમાન અને સાયરા બાનુ
મ્યુઝિક મેસ્ટ્રો એ આર રહેમાન (AR Rahman) અને તેમની પત્ની સાયરા બાનુએ 29 વર્ષ પછી તેમના સંબંધોને સમાપ્ત કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો. રહેમાને આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જે બાદ ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. એઆર રહેમાન અને સાયરા બાનુના લગ્ન 1995માં થયા હતા અને તેમને ત્રણ બાળકો છે.
જ્યમ રવિ અને આરતી
- Advertisement -
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા જયમ રવિ અને આરતીએ આ વર્ષે છૂટાછેડા લઈ લીધા. તેમણે લગ્નના 15 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો, તેમણે વર્ષ 2009માં લગ્ન કર્યા હતા અને આ વર્ષે સપ્ટેમ્બરમાં છૂટાછેડાની જાહેરાત કરી હતી.
ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષ
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત અને અભિનેતા ધનુષે લગ્નના 18 વર્ષ બાદ પોતાના સંબંધોને ખતમ કરવાનો નિર્ણય લીધો. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ બ્રેકઅપની જાહેરાત કરી, જે તેમના ચાહકો માટે મોટો આઘાત હતો. ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના લગ્ન વર્ષ 2004માં થયા હતા.
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે પણ આ વર્ષે તેમના છૂટાછેડાના સમાચારથી બધાને ચોંકાવી દીધા હતા. આ સમાચાર ચાહકો માટે આશ્ચર્યજનક હતા. બંનેએ લગ્નના ચાર વર્ષમાં જ છૂટા થવાનો નિર્ણય લીધો અને આ વર્ષે જુલાઈ મહિનામાં છૂટાછેડાની જાહેરાત કરી. બંનેને એક દીકરો પણ છે.
એશા દેઓલ અને ભરત તખ્તાની
હેમા માલિનીની પુત્રી એશા દેઓલ અને ભરત તખ્તાનીએ પણ 11 વર્ષ બાદ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. આ સમાચારથી તેના ચાહકો પણ ચોંકી ગયા હતા. બંનેએ નિવેદન અપાઈને અલગ થવાની માહિતી આપી હતી. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું હતું કે અમે અમારા છૂટાછેડાની અસર અમારી દીકરીઓ પર થવા નહીં દઈએ.