રોડ શૉ રૂટ પર બ્યુટિફિકેશન
તૂટેલાં હીંચકા, લપસિયા અને રમતગમતના સાધનો પર લોકો કપડાં સૂકવવા લાગ્યાં, શું નેતાઓ માટે જ ચકાચક કરવાનું સામાન્ય નાગરિકો માટે કંઈ નહીં?
- Advertisement -
રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર-કચ્છની રિજનલ વાઇબ્રન્ટ સમિટ તા. 11થી 13 જાન્યુઆરી સુધી યોજાશે જેનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે ત્યારે તેમાં 5000થી વધુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો જમાવડો થવાનો છે. આ નેતાઓ અને ઉદ્યોગપતિઓ માટે વહીવટી અને મહાનગરપાલિકા તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે. રાજકોટ શહેરના ખાડા બુરી દેવાયા છે ડામર પાથરીને રોડ રસ્તાને સમથળ કરી દેવાયા છે શહેરમાં રેસકોર્સ અને જ્યાંથી કાફલો નીકળવાનો છે ત્યાં બ્યુટિફિકેશન કામ જોરશોરથી ચાલી રહ્યું છે દીવાલો પર ચિત્રો દોરવામાં આવી રહ્યા છે જ્યારે બીજી બાજુ રેસકોર્સની અંદર બાજુ કોઈપણ પ્રકારના સુધારા કરવામાં નથી આવ્યા. નાના બાળકોને રમવા માટેના હીંચકા, લપસિયા અને રમતગમતના સાધનો તૂટી ગયા છે પરંતુ તેની સારસંભાળ લેવાતી નથી.



